लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

ઉત્તરપ્રદેશના બુંદેલખંડમાં પાણીનું પુનરોત્થાન-૩

Author: 
વિનીત કુંભારાણા
જયારે પુષ્પેન્દ્રસિંહ કલેકટરશ્રીને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે, 'ઘર્ષણમાં ઉતરવું આપણું કાર્ય નથી. તળાવો બચાવવા આપણું કાર્ય છે. આપણે આપણું ધ્યાન ગેરકાયદેસર દબાણયુકત તળાવના વિસ્તાર ઉપર નહી પણ જે તળવાનો વિસ્તાર દબાણથી બચી જવા પામ્યો છે તેના ઉપર કેન્દ્રિત કરીએ. આમ કરવાથી કાર્ય સરળતાથી અને શાંતિથી થશે." કલેકટરશ્રી ઉપર આ વાતની ગંભીર અસર થઇ. તેમણે તળાવ બચાઓ અભિયાન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યુ અને સરકારશ્રીમાં રજૂઆત કરીને વિજયસાગર તળાવને લેક કન્ઝરવેશન સ્કીમમાં સામેલ કરાવ્યું. હાલમાં તેઓ મહોબાના અન્ય બે મહત્વના તળાવો કિરતસાગર અને મદનસાગર તળાવોને પણ લેક કર્ન્ઝરવેશનમાં સામેલ કરવાની કોશીષ કરી રહ્યા છે.

KESHRJIKESHRJIબેંગલોર સ્થિત આરગ્યમ સંસ્થાના સહયોગથી દિલ્હીમાં ઇન્ડિયા વોટર પોર્ટલ નામે એક વેબસાઇટ સ્થાપિત કરવામાં આવી છે. ઇન્ડિયા વોટર પોર્ટલ સાથે કેસરજી અને મિનાક્ષીજી જોડાયેલા છે. કેસરજી અને મિનાક્ષીજી મહોબા અને તેની આસપાસના આવેલા ગામોમાં ખેડૂતો ખેત તલાવડી બનાવે અને ખેતી કરે એવી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ કાર્યમાં પણ મહોબાના પુષ્પેન્દ્રસિંહ તેમની સાથે છે. કેસરજી અને મિનાક્ષીજી ખેડૂતોને ખેતરમાં ખેત તલાવડી બનાવવા માટે શકય એટલી મદદ કરી રહ્યા છે. મહોબામાં આયોજિત કરવામાં આવેલા કજલી મેળામાં ખેત તળાવડી બનાવનાર ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. ખેત તળાવડીની ઝુંબેશ કેવી રીતે શરૂ થઇ ?

BSHIMBHARSINH AND ARVINDSHINHBSHIMBHARSINH AND ARVINDSHINHમહોબાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને સંર્પૂણપણે ખેતી આધારિત જીવન નિભાવતા ખેડૂત બિસંભરસિંહ પાસે આશરે ૨૪ એકર સૂકીખેતીની જમીન છે. દર વર્ષે તેઓ વરસાદ પહેલા આ જમીનમાં વાવણી કરે છે. બિસંભરસિંહ ખેતી કાર્યો સંબંધિત ખર્ચાઓની હંમેશા નોંધ રાખે છે. આ બાબતે તેમણે એક વખત અભ્યાસ કરતાં નોધ્યું કે, ૨૪ એકરની જમીનમાંથી ઉપજ મહેનતના પ્રમાણમાં મળતી નથી. ૨૦ એકરની પિયતખેતીમાં જે મહેનત કરવી પડે એટલી મહેનત આ ૨૪ એકરની સૂકીખેતીમાં કરવી પડે છે. તેમણે આ બબતે ઊંડાણપૂર્વક મનોમંથન કર્યુ અને પોતાની ચાર એકરની જમીનમાં વરસાદી પાણી એકત્ર કરવાનો વિચાર આવ્યો. ખેતરમાં બનાવેલી ખેતતળાવડીમાં વરસાદી પાણી એકત્ર કરેલું હોય તો પાકને જયારે કટોકટીનું પિયત આપવાની જરૂરિયાત ઊભી થાય તો આપી શકાય અને વધુ ઉપજ મેળવી શકાય. તેમણે સ્વયં જાત મહેનતથી પોતાના ખેતરમાં ચાર એકરમાં ખેતતળાવડીનું નિર્માણ કર્યુ. ૨૦ એકરમાં વાવેતર કર્યુ. વરસાદ થયો. ખેતતળાવડીમાં પાણી એકત્ર થયું. કટોકટીના યોગ્ય સમયે સમયે પિયત આપ્યું અને ઉપજ વધારે મળી તથા ખર્ચમાં રાહત મળી. પોતાના આ પ્રયોગની જાણ તેમણે મિત્રવર્તળમાં કરી ત્યારે તેમના કેટલાક મિત્રોએ પણ આ પ્રયૌગ કરવાની ઇચ્છા વ્યકત કરી. બિસંભરસિંહે પોતાના તરફથી શકય એટલી મદદ કરી અને અન્ય ખેડૂતોને પણ ખેતતળાવડી બનાવવા માટે પ્રેરણા આપી. વાત ફેલાતી ગઇ. કેસરજી, મિનાક્ષીજી, પુષ્પેન્દ્રસિંહે બિસંભરસિંહના ખેતરની મુલાકાત લીધી અને તેમણે કરેલા કાર્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. અભ્યાસના અંતે તેમને લાગ્યું કે ખરેખર આ ખેત તલાવડી સૂકી ખેતી કરતાં ખેડૂતો માટે ફાયદાકારક છે. આ આખી વાત એ પછી જિલ્લા કલેકટરશ્રી અનુજકુમાર ઝા સુધી પહોચી. તંત્ર પણ આ ઝુંબેશમાં જોડાયુ. કલેકટરશ્રીએ પણ આખી વાતમાં ઊંડાણપૂર્વક રસ લીધો. જે લોકોએ ખેત તલાવડી બનાવી હતી એ ખેતરોની તેમણે પણ મુલાકાતો લીધી. સૂકી ખેતીમાં કટોકટીના સમયે ખેત તલાવડી દ્વારા પિયત આપીને ઉત્પાદન પ્રમાણસર મેળવી શકાય છે. આ બાબતની નોંધ લઇને કલકટરશ્રીએ પણ ખેડૂતોને શકય એટલી મદદ કરવાનું શરૂ કર્યુ. આજે આ કાર્ય કોઇપણ સરકારી ગ્રાન્ટ કે ફંડ વગર ફકત પ્રેરણાસ્રોત દ્વારા ચાલે છે. જિલ્લા પ્રશાસન દ્વારા શકય એટલી મદદ ખેડૂતોને ખેતતલાવડી બનાવવા માટે કરવામાં આવે છે.

SHREE ANUPKUMAR ZAA AND MINAKSHIJISHREE ANUPKUMAR ZAA AND MINAKSHIJIઆ વર્ષે આયોજિત કજલી મેળામાં ખેતતળાવડી બનાવનારા ખેડૂતોને જિલ્લા પ્રશાસન દ્વારા 'જલાધિકારી" તરીકે નવાજવામાં આવ્યા અને વધુને વધુ ખેડૂતો ખેતતળાવડી બનાવે એ અંગેના સંકલ્પપત્ર આ મેળામાં ખેડૂતો દ્વારા ભરવામાં આવ્યા હતા. પુષ્પેન્દ્રસિંહે માહિતી આપતાં કહું કે, કજલી મેળામાં કુલ ૧૨૫ ખેડૂતોએ સંકલ્પપત્ર ભરેલા છે, જયારે અમારૂં લક્ષ્ય એક વર્ષમાં ૧૦૦૦ ખેતતળાવડી નિર્માણ કરવાનું છે. હજુ વધારે ખેડૂતો કેવી રીતે આ ઝુંબેશમાં જોડાય એ અંગેની કામગીરી અમે કરતાં રહીશું. એક નાનકડું પગલું કેવા વિરાટ પરિણામ આપે છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ મહોબામાં ખેતરે-ખેતરે બનતી ખેત તલાવડીઓ છે...!

(મહોબા વિશેની માહિતી શ્રી પુષ્પેન્દ્રસિંહ સાથે કરેલી વાતચીતના આધારે છે જયારે ચરખારીના તળાવો અંગેની માહિતી ચરખારીના પૂર્વ મેયર શ્રી અરવિંદસિહ તથા ગામવાસીઓ સાથે કરેલી વાતચીતના આધારે છે. માહિતીમાં ક્ષતિ રહેલી હોય તો ક્ષમાપના.)

વિનીત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
2 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.