लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

પાણી માટે પદયાત્રા- ૨

Author: 
વિનીત કુંભારાણા
padyatrapadyatraગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક સાથે અલગ-અલગ ટુકડીમાં વિભાજિત થઇને કનકપર, નાનાવાડા, રવા, ભેદી, બેરા-હાદાપર, સુડધ્રો-મોટી, નુંધાતડ, ધનાવાડા બીટીયારી, વાડા પધ્ધર, કમંડ, સુડધ્રો મોટી, હાજાપર,ગઢવાડા,ભાચુંડા, પરજાઉં કડુલી અને કાળા તળાવ જેવા ગામોની મુલાકાત પદયાત્રા દ્વારા કરવામાં આવી હતી.

Posters ExibitionPosters Exibitionદરેક ટુકડીની સાથે માર્ગદર્શન માટે પરબ સંસ્થાના એક-એક પેરા વર્કર સાથે હતા. દરેક ગામમાં વહેલી સવારે પ્રભાતફેરી, રેલી, લોકસંર્પક, ભીંત સુત્રો લખવા, ગામની સ્કૂલોમાં બાળકો સાથે ભૂગર્ભજળ અંગેની વાતચીત કરવી, બાળકો સાથે ભૂગર્ભજળ જાગૃતિ વિષયક સ્પર્ધા આયોજિત કરવી, પોસ્ટર પ્રદર્શન અને રાત્રી સભા આયોજિત કરવી જેમાં વિષય નિષ્ણાંતો ગામલોકો સાથે ભૂગર્ભજળની ઉપલબ્ધી, સમસ્યાઓ અને તેના ઉકેલ અંગેની ગોષ્ઠિી કરી હતી.

પદયાત્રા માટે કુલ ચાર દિવસ નક્કી કરવામાં આવેલા હતા. આ ચાર દિવસોમાં પદયાત્રાનો માર્ગ કુલ છ જૂથમાં વિભાજિત કરવામાં આવેલો હતો. દરેક જૂથમાં આશરે પંદર વિદ્યાર્થીની સાથે એક અધ્યાપક જોડાયેલા હતા. એક જુથ રવા, બિટીયારી, ભાચુંડા, સાંધવ, બીજું જુથ કનકપર, નુંધાતડ, હાજાપર, મિયાણી, ત્રીજું જુથ ભેદી, વાડાપદ્ઘર, પરજાઉ, લાલા, ચોથું જુથ બેરા-હાદાપર, કમંડ, કડુલી, રામપર(ગઢ), પાંચમું જુથ નાનાવાડા, ધનાવાડા, ગઢવાડા, નાગોર અને છઠ્ઠું જુથ તેરા, કાળા તળાવ, સુડધ્રો(મોટી), સુડધ્રો(નાની) ગામમાં પદચલનથી પહોચ્યા હતા.

POster ExibitionPOster Exibitionદરેક ગામમાં આ બધા જુથ દ્વારા પહેલા તો ગામ વિશેની પ્રાથમિક માહિતીની સાથે ગામમાં પીવાના તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની શું મુશ્કેલીઓ છે એ અંગે લોકસંપર્ક દ્વારા મેળવી હતી. જે મુશ્કેલીઓ છે તે શા માટે છે, તેને કેમ દૂર કરી શકાય એ અંગે પણ લોકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

લોકસંપર્ક બાદ ભૂગર્ભજળ બચાવવા પ્રેરણા આપે તોવા ભીંતસૂત્રો દરેક જુથ દ્વારા લખવામાં આવેલા હતા. ભીંતસૂત્રોના આલેખન બાદ ગામની સ્કૂલના વિદ્યાર્થી સાથે ભૂગર્ભજળ બચાવો વિષયક રેલી કાઢવામાં આવી હતી. જે આખા ગામમાં સૂત્રોચાર સાથે ફરી હતી. આ રેલીમાં ગામના જાગૃત નાગરિકો પણ જોડાયા હતા. રેલી બાદ ગામની સ્કૂલમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે પાણી પ્રત્યેની સભાનતા બાબત વિવિધ સ્પર્ધાનું આયોજ કરવામાં આવેલું હતું. નૃત્ય નાટિકા, બાળગીતો અને વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે જે પ્રથમ ત્રણ સર્વશ્રેષ્ઠ જાહેર થયા તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવેલા હતા.

રાત્રે ગામમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવેલું હતું આ સભામાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા પાણી વિષયક વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવેલા હતા. 'પાણીનું બેલેન્સ", 'બેલેન્સનું રિચાજ"< અને 'આપણું પાણી આપણી સ્વાયત્તા" જેવી નાટિકાઓ દ્વારા ભૂગર્ભજળને સાચવીને વાપરવું જોઇએ એવો સંદેશો ગામલોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કરવામાં આવેલો હતો. પાણીની અછત હોય તો કેવા પ્રકારની સામાજિક મુશ્કેલીઓ આવી શકે છે તે અંગેની નાટિકાઓની સાથે અંધશ્રદ્ઘા નાબૂદી અને શિક્ષણ જીવન માટે મહ_વનું છે એવું સમજાવતી નાટિકાઓ પણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદી પાણીને ભૂગર્ભટાંકા દ્વારા કેવી રીતે સંગ્રહિત કરી શકાય એ અંગેની સમજ આપતી 'રેઇન કેચર" ફિલ્મ શોનું આયોજન પરબ સંસ્થા દ્વારા કરવામાં આવેલું હતું.

(ક્રમશ :)

વિનીત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
1 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.