लेखक की और रचनाएं

SIMILAR TOPIC WISE

Latest

પાણી માટે પદયાત્રા- ૩

Author: 
વિનીત કુંભારાણા
RATRISABHARATRISABHAએકટ તરફથી કચ્છ યુનિવર્સિર્ટિના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ભૂસ્તર શાસ્ત્રી ડો. મહેશ ઠક્કર, સેલેનિટિ ઇન્ગ્રેસ પ્રિવેન્સલ સેલ-ભુજના ભૂસ્તરશાસ્ત્રી ડો. ભરત હાથી તથા જયંત સચદે, સાત્વિક સંસ્થાના બોર્ડ મેમ્બર અને કુદરતી ખેતીની મિશન ચલાવી રહેલા માધાપર ગામના અગ્રેસર ખેડૂત શ્રી મનોજભાઇ સોલંકી, કચ્છ મહિલા વિકાસ સંગઠનના પંચાયત સેલના શ્રી લતા સચદે તથા એકટ સંસ્થામાંથી ડો. સેઝીના ભીમાણી, બ્રિજેન ઠાકર અને મનુભાઇ વાઢેરે વિષય નિષ્ણાંત તરીકેની ફરજ બજાવી હતી.

RATRISABHA_SKITRATRISABHA_SKITકચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને અર્થ એન્ડ સાયન્સ વિભાગના વડા શ્રી મહેશભાઇ ઠક્કરે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, ભારત ૮૦,૦૦૦ ગામડાંઓથી બનેલો દેશ છે. ગ્રામ્ય લોકોના જીવનમાં આજે પણ પરંપરાગત જળ સંસ્કૃતિ સચવાયેલી પડી છે. શહેરી જીવન અને ગ્રામ્ય જીવનની સરખામણીમાં ગ્રામ્ય જીવન આજે પણ ધબકતું જોવા મળે છે. જયારે શહેરી જીવન યાંત્રિક બનતું જાય છે. ભવિષ્યમાં પાણીને લઇને કોઇ મુશ્કેલીઓ ના આવે તે માટે અત્યારથી જ પાણીના સંરક્ષણ માટે કેવા-કેવા પગલા લેવા જોઇએ તે અંગે તેમણે વિસ્તૃત સમજ આપી હતી. અબડાસા વિસ્તારના ગામો માટે કનકાવતી સેન્ડસ્ટોનનું શું મહત્વ છે તે અંગે તેમણે ગામલોકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે સ્પષ્ટ સમજાવ્યું હતું કે, જો આપણે આપણા ગામનું પાણી સાચવીશું તો ભવિષ્યમાં કયારેય પાણી બાબતે મુશ્કેલીઓ નહી ઊભી થાય.

RATRISABHA_SKITRATRISABHA_SKITસેલેનિટિ ઇન્ગ્રેસ પ્રિવેન્સલ સેલ-ભુજ(ક્ષાર નિયંત્રણ વિભાગ-ભુજ)થી આવેલા ભૂસ્તરશાસ્ત્રી ડો. ભરત હાથીએ ભૂસ્તરમાં પાણી કેવી રીતે સંગ્રહ પામે છે એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભૂસ્તરમાં કેવા અને કયા ખડકો પાણીનો સંગ્રહ કરે છે તેમાં કેવા પ્રકારની ગુણવત્તાવાળું પાણી હોય છે વગેરે પ્રાવિધિક માહિતી તેમણે લોકો સમક્ષ મૂકી હતી. આ ઉપરાંત અબડાસા વિસ્તારને અનુલક્ષીને તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારના ગામડાઓ દરિયાકિનારાથી સરેરાશ દસ થી પંદર કિ.મી. ના અંતરે આવેલા છે આથી જો આપણે આપણા ભૂગર્ભ જળસ્રોતોનું નિયમન અને જાળવણી ન કરીએ તો આવા સ્રોતોમાં દરિયાના ખારા પાણી આવી જવાની સંભાવના વધારે છે. પૃથ્વી ઉપર પાણીનો એક માત્ર કુદરતી સ્રોત વરસાદ છે. આથી આ વરસાદી પાણીનો ભૂગર્ભમાં ટાંકો બનાવીને સંગ્રહ કરવો જોઇએ એ વાત ઉપર તેમણે ખાસ ભાર મૂકયો હતો.

સેલેનિટિ ઇન્ગ્રેસ પ્રિવેન્સલ સેલ-ભુજ(ક્ષાર નિયંત્રણ વિભાગ-ભુજ)થી આવેલા શ્રી જયંત સચદે સાહેબે લોકોને જમીનમાં ક્ષારનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે તેની બહુ સરસ અને સરળ ભાષામાં બેરા-હાદાપરના ગામલોકોને સમજ આપી હતી. આપણે બોરવેલ દ્વારા જમીનમાંથી પાણી ખેંચતા રહીએ છીએ. આમ જમીનમાંથી પાણી ખાલી થઇ જાય છે અને આ ખાલી જગ્યામાં દરિયાની ખારાશ ધીમે-ધીમે વધતી જાય છે. જેને કારણે પાણીની ગુણવત્તા બગડતી જાય છે. જો આપણે આ ખારાશ દૂર કરવી હોય તો ઊંડા બોરવેલ બંધ કરવા તેની જગ્યાએ આપણી જૂની પરંપરા મુજબ કૂવા બનાવવા, તળાવો ઊંડા કરવા-જે રિચાર્જનું કામ કરે છે.RATRISABHA_SKITRATRISABHA_SKIT આ તળાવોના આવક-જાવકક્ષેત્રની સફાઇ રાખવી, નાના-નાના ચેકડેમ બનાવવા, જમીન કેવા પ્રકારની ગુણવત્તા ધરાવે છે તે ચકાસીને તે મુજબના પાકોની ખેતી કરવી જેથી કરીને મહત્તમ લાભ મેળવી શકાય. તમારી જમીન નીચે કેવા પ્રકારનો એકવીફર(પાણી ધરાવતો ખડક) આવેલો છે અને તેની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા જાણી તે એકવીફરને રિચાર્જ કરવો જોઇએ, જિઓફિઝીકલ જેવી પ્રાવિધિક દ્વારા પાણીની તપાસ કરવી જોઇએ. આ ઉપરાંત તેમણે વિવિધ પ્રકારની સરકારની યોજનાઓ વિશે પણ સમજ આપી હતી.

(ક્રમશ :)

વિનીત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
7 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.