SIMILAR TOPIC WISE

Latest

પાટણની રાણકીવાવનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ

Author: 
વિનિત કુંભારાણા
ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો.

RANKI VAAVRANKI VAAV૨૦૧૪નું વર્ષ ગુજરાત અનેગુજરાતીઓ માટે ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ જશે. એવી ચાર મહત્ત્વપૂર્ણ ઘટનાઓએ આ વર્ષની શરૂઆતમાં જ આકાર લીધો કે એકે એક ગુજરાતી આનંદથી ઝૂમી ઊઠ્યો. સૌ પ્રથમ ભારતના વડાપ્રધાનપદે ગુજરાતના લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી આરૂઢ થયા ત્યારે આખું ગુજરાત હર્ષના હિલોળે ચઢ્યું. ત્યારબાદ બીજી ઘટના સમર્થ અને કર્મઠ,દીર્ઘદ્રષ્ટા એવા શ્રીમતી આનંદીબહેન પટેલે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પદ ેબિરાજી શાસનધૂરા સંભાળી. ત્રીજી ઘટના વર્ષોથી પ્રત્યેક ગુજરાતી જેની ચાતકની માફક રાહ જોતાં હતાં તે નર્મદા ડેમની મહત્ત્મ ઊંચાઈને ભારતસરકારની લીલી ઝંડી મળી અને ચોથી ઘટના ગુજરાતની ઐતિહાસિક રાણકીવાવનો વૈશ્વિક વિરાસત (વર્લ્ડ હેરીટેઝ)માં સમાવેશ કરવામાં આવ્યો.ભારતમાં અત્યાર સુધીમાં ૩૨ જેટલા દર્શનીય સ્થળોનો વર્લ્ડ હેરીટેજમાં સમાવેશ થયો છે. સ્પેનના ૪૪ સ્થળો, જર્મનીના અને ફ્રાન્સના ૩૯ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો. ઇટાલીના સૌથી વધુ ૫૦ સ્થળો વર્લ્ડ હેરિટેજમાં છે.

વાડા અને પાડાનું શહેર, પોળોનું શહેર તરીકે પ્રચલિત એવા ગુજરાતનું પાટણ શહેર એક ઝાટકે વૈશ્વિક ફલક ઉપર આવી ગયું. ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ શહેરના સિમાડે રાણકી વાવની અદભુત સ્થાપત્ય કલાસમસ્ત વિશ્વના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે. રાણીની વાવની વાત કરી એત્યારે ગુજરાતના સોલંકી કાળની યાદ આવી જાય. ઈ.સ. ૧૦૨૧થી સતત ૪૨ વર્ષો સુધી ગુજરાત ઉપર સોલંકી સમ્રાટ ભીમદેવ પહેલાએ રાજ કર્યું. ભીમદેવના અવસાન પછી તેમની યાદમાં રાણી ઉદયમતીએ આ કલાત્મક વાવનું નિર્માણ કરાવ્યું. પૂર્વ પશ્યિમ ૬૪ મીટર લાંબી, ઉત્તર દક્ષિણ ૨૦ મીટરપહોળી અને ૨૩ મીટર ઊંડી ૭ ઝરૂખામાં નિર્માણ કરાયેલી આ કલાત્મક વાવમાં ૮૦૦થી પણ વઘુ બેનમૂન શિલ્પ સ્થાપત્યો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાનના વિષ્ણુ, બુદ્ધ સહિતના દશ અવતારો, આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓનીમૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા છે, જેમાં વિષ્ણુહજાર ફેણવાળા શેષનાગ પર આડા પડ્યા છે. એવું કહેવાય છે અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી. બલકે મોટુંઆધ્યાત્મિક મહત્ત્વ પણ ધરાવે છે. મૂળભૂતરીતે તેનું સ્વરૂપ સાવ સીધં-સાદું હતું, પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતું. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધુ મહત્ત્વ આપવાનો હેતુ હતો. જમીનની સપાટીથી શરૂ થતાપગથિયા શીતળ હવામાં થઈને કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઈને તમને ઊંડાકૂવા સુધી લઈ જાય છે. ગુજરાતના પાટણનીઐતિહાસિક રાણકીવાવનો વિશ્વ વિરાસત વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે.વિશ્વના સહેલાણીઓની નજર હવે ગુજરાતની રાણકી વાવ તરફ મંડાશે...

તાજેતરમાં દોહા-કતારમાં મળેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિના ૩૮માં સત્રમાં ગુજરાતની આ રાણકીવાવનો વિશ્વ વિરાસતમા સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ભારત સરકાર તેમજ ગુજરાત સરકારને આ ગૌરવસિદ્ધિની જાણ થતાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યના મુખ્ય મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે યુનેસ્કોનો આભાર માની ગુજરાત માટે ગૌરવ અને આનંદની આ ઐતિહાસિક ઘટના વર્ણવી હતી.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે આ ગૌરવસિદ્ધિ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અંગે પણ હ્ય્દયપૂર્વકનો આભાર અભિવ્યકત કર્યો છે. સામાન્ય રીતે નંદા, ભદ્રા, જયા અને વિજયા એમ ચાર પ્રકારની વાવ હોય છે. પાટણના ઇતિહાસવિદ પ્રા. મુકુંદભાઈ બ્રહ્મભટ્ટના મંતવ્ય અનુસાર રાણીની વાવ જયા પ્રકારની વાવ કહી શકાય. પ્રા. મુકુન્દભાઈએ રાણકી વાવને વૈશ્વિક વિરાસતમા સ્થાન મળતાં આનંદવિભોર થઈને જણાવ્યું કે, ગુજરાત અને પાટણની આનબાન અને શાનના પ્રતિક સમી પાટણની રાણકી વાવને વર્લ્ડ હેરીટેઝમાં સ્થાન મળવામાં વિલંબ ચોક્કસ થયો છે પરંતુ ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના દીર્ઘદ્રષ્ટા પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલના સતત અને સઘન પ્રયાસોનું આજે ઉત્ત્મ પરિણામ સાંપડ્યું છે. ગુજરાત અને ગુજરાતીઓ માટે આ એક ગૌરવપૂર્ણ મેઘાવી ઘટના છે. ગુજરાતના દર્શનિય સ્થાનોમાં રાણકી વાવનો ઐતિહાસિક સ્થાપત્ય દેશવિદેશના કલારસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને એક નવતર દિશા સાંપડી છે.

વિનિત કુંભારાણા

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Allowed HTML tags: <a> <em> <strong> <cite> <code> <ul> <ol> <li> <dl> <dt> <dd>
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
यह सवाल इस परीक्षण के लिए है कि क्या आप एक इंसान हैं या मशीनी स्वचालित स्पैम प्रस्तुतियाँ डालने वाली चीज
इस सरल गणितीय समस्या का समाधान करें. जैसे- उदाहरण 1+ 3= 4 और अपना पोस्ट करें
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.