જળ સહયોગ-વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.

જળ સહયોગ

વૈશ્વિક પાણી સમસ્યાના ઉકેલ માટે લોકભાગીદારી જરૂરી છે.

પાણીનો મુખ્ય સ્રોત વરસાદ છે. વરસાદનું આ પાણી ભૂગર્ભના ખડકોમાં જમા થાય છે. આ ખડકોમાંથી જયારે આ પાણી કૂવા-બોરવેલ દ્વારા મેળવવામાં આવે છે ત્યારે એ ભૂગર્ભજળ તરીકે ઓળખાય છે. આજે જે ભૂગર્ભજળ આપણે વાપરીએ છીએ એ ઘણી સદીઓ પૂર્વે ભૂગર્ભમાં જમા થયેલી જળરાશિ છે. વરસાદી પાણી જમીનમાં ખડકોની સાથે જમીનની ઉપર તળાવો અને નદીઓમાં પણ જમા થયેલું હોય છે. ભારતવર્ષની વાત કરીએ તો દરેક રાજયને એક નિશ્ચિત સીમાથી અંકિત કરવામાં આવેલા છે. તળાવો તો જે-તે રાજયોમાં આવેલા હોય છે. આથી, તેમની માલિકી જે-તે રાજયોની આપોઆપ બનેલી હોય છે. વહેતી નદી એક રાજયમાંથી બીજા રાજયમાં જતી હોય છે. આવા સંજોગોમાં નદીના પાણી બાબતે બે રાજયો વચ્ચે સંઘર્ષ થવાનો ભય રહેલો છે. આવા સંઘર્ષને ટાળવા માટે જળ સહયોગની વિભાવના ઉપયોગી છે. જળ સહયોગ માટે તમામ સ્તરે એક ચોક્કસ પદ્ઘતિ હોવી અત્યંત જરૂરી છે.

રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે ઘણી વખત કાયદા અને પાણી અંગેના નીતિ-નિયમો અસ્પષ્ટ અને નબળા હોય છે. પરંતુ, વસતિવધારો, આબોહવામાં પરિવર્તન, પાણીના સ્રોતોનું શોષણ અને ભૂગર્ભમાં પાણીના સ્તર નીચા જવાથી હાલમાં જળ સંપત્તિના યોગ્ય સંચાલન માટે મજબૂત કાયદાઓ અને વ્યવસ્થાપન અત્યંત જરૂરી બની જાય છે.ટ્રાન્સબાઉન્ડ્રી સ્તરે(પાણીના સ્રોતો વોટરશેડ, નદી, તળાવ વગેરેને એક કરતાં વધારે રાજયો કે દેશોની રાજકિય સીમાઓ લાગુ પડતી હોય)આંતરરાષ્ટ્રિય પાણી અંગેનો કાયદો બનવો જોઇએ અને દરેક રાજય/દેશ માટે સાર્વભૌમ_વની એક રૂપરેખા તૈયાર થવી જોઇએ. કોઇપણ રાજય/દેશ આ રૂપરેખાનો ભંગ કરતું જણાય તો તેને તેમની ફરજો પ્રત્યે સભાનતા દેખાડીને જવાબદારી અંગે ભાન કરવાવવું જોઇએ. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય વિવિદોના શાંતિપૂર્ણ સમાધાન માટે એક સંતુલિત માર્ગદર્શિકા તૈયાર થવી જોઇએ.

ઉપરોકત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે ટ્રાન્સબાઉન્ડ્રરી વોટરશેડ, નદીઓ, તળાવો જેવા સ્રોતોની દેખરેખ રાખતી સંસ્થાઓ અને સરકારી એજન્સીઓ પાસે જે-તે સ્રોતોની સ્પષ્ટ અને તુલનાત્મક માહિતી હોવી આવશ્યક છે. આમ, આંતરાષ્ટ્રિય એજન્સીઓના સામેલ દેશ/રાજયોના અધિકારીઓ પાસે સંપૂર્ણ અને સાચી માહિતી હોય તો તેઓ આ માહિતીનું આદાન-પ્રદાન કરી શકે છે અને જળ સહયોગની વિભાવનાને સાકાર કરી શકે છે. જોકે એક શકયતા તો એ પણ છે કે, શરૂઆતમાં જો વસતિના પ્રમાણમાં પાણીના જથ્થા અને તેની ગુણવત્તા બાબતે મૂળભૂત કરારો કરવામાં આવેલા ન હોય તો માત્રાત્મક લક્ષ્યાંકો અને અપેક્ષિત લક્ષ્યો પ્રત્યે સંવાદ તથા કાર્ય કરવામાં મુશ્કેલી આવી શકે !

નદીઓના તટપ્રદેશ(બેઝીન) સ્તરે વોટરશેડ ઉપર કાર્ય કરતી સંસ્થાઓના મૂલ્યાંકન અહેવાલો અને વોટરશેડ વ્યવસ્થાપનું આયોજનના અહેવાલો પાણી અંગેના મુખ્ય મુદાઓ, વપરાશકર્તાઓની મુશ્કેલીઓને ઓળખવામાં મદદરૂપ થઇ શકે છે. આથી કયા મુદાઓને પ્રાથમિકતા આપવાની જરૂર છે અથવા તો કયા મુદાઓને અનુલક્ષીને સુધારાઓ લાવવાની જરૂર એ અંગેની માહિતી મળી શકે.

સ્થાનિક સ્તરે શહેરોમાં પાણીનું શુદ્ઘિકરણ અને તેનું યોગ્ય વિતરણ અગ્રતાક્રમે રહે છે. આમ કરવા માટે મજબૂત નેટવર્કની જરૂરિયાત રહે છે અને આ નેટવર્કમાં પાણીના વિતરણ માટે કરવામાં આવતો ખર્ચની પુન:પ્રાપ્તિ(રિકવરી) થવી અત્યંત જરૂરી છે, નહિતર નેટવર્ક ટકી શકે નહી. જોકે પાણી વિતરણ કરવા માટે લગાવવામાં આવતા ખર્ચ બાબતે વપરાશકર્તાઓમાં હંમેશા અંસતોષ હોય છે આથી આવા પ્રક્રિયામાં પારદર્શિતા હોવી પણ જરૂરી છે. આ સાથે વપરાશકર્તાઓમાં પાણી વિતરણની સેવા અંગે જાગૃતિ અભિયાન પણ કરવા આવશ્યક છે જેથી પાણીનો બગાડ ઓછો થાય. કયારેક વપરાશકર્તાઓ અને સેવા પૂરી પાડતા તંત્ર વચ્ચે થતી મુશ્કેલીઓના નિવારણ માટે મધ્યસ્થીની રચના થયેલી હોવી એ પાકટતાની નિશાની ગણાવી શકાય. એક વાત એ પણ સ્વીકારવી રહી કે, મોટાભાગે પાણી વિતરણ કરતું તંત્ર શહેરોમાં આવેલી ઝુંપડપટ્ટી(સ્લમ) અને અન્ય વસાહતો સુધી પાણીની સુવિધા પહોચાડવામાં અસફળ રહે છે. આવા વિસ્તારોમાં સ્થાનિક સગવડોના આધારે નાના પાયે સહભાગી આયોજન કરીને પાણીની સુવિધા પૂરી પાડવી જોઇએ.

આંતરરાષ્ટ્રિય, રાષ્ટ્રિય અને સ્થાનિક સ્તરે આયોજિત રોકાણ મુજબ સ્થાનિક જરૂરિયાતો અને તેનો ઉપયોગ યોગ્ય રીતે થાય એ માટે સહભાગીદારી હોવી અત્યંત જરૂરી છે. પાણી બાબતે સ્થિરતા, ટકાઉપણું અને જળ સહકારની ભાવના વિકસાવવામાં માટે લોકોની ભાગીદારી મહત્વપૂર્ણ સાબિત થાય છે.

પાણી વ્યવસ્થાપન માટે વધુ સર્વગ્રાહી અને સંકલિત અભિગમની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે ક્ષમતા નિર્માણ અને મધ્યસ્થી પ્રવૃતિઓ ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ. પાણી સંબંધિત વિવાદોને કોઇપણ જાતના સંઘર્ષ વગર સરળતાથી ઉકેલવા માટે જે પદ્ઘતિ વાપરવામાં આવે છે તેને અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન(એડીઆર) અથવા એપ્રોપીએટ ડીસ્પ્યુટ રીઝોલ્યુશન પણ કહેવામાં આવે છે. આ અભિગમ દ્વારા સમાધાનની પ્રક્રિયાના સંદર્ભમાં વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવે છે. આ પદ્ઘતિમાં એકબીજાની સન્મુખ વાટાઘાટો કરી અથવા બાહ્ય કે આંતરિક સમજૂતિ દ્વારા જે ઉકેલ મેળવવામાં આવે છે તેનો ઠરાવ પસાર કરવામાં આવે છે. મોટેભાગે એડીઆર આ પ્રક્રિયામાં મધ્યસ્થીની ભૂમિકામાં રહે છે.

દરેક સંસ્કૃતિ, ધર્મ અને સમાજમાં જયાં માનવ છે ત્યાં તકરાર હોવાની સંભાવના વધારે હોય છે. કોઇપણ પરિસ્થિતિમાં કે જયાં લોકો એકબીજા સાથે સંપર્ક કરે છે ત્યાં તકરાર કે સંઘર્ષ થઇ શકે છે. આ તકરાર બે વ્યકિતઓ વચ્ચે કે બે જુથ વચ્ચે તેમના હિતોના રક્ષણ માટે હોઇ શકે છે. તકરારમાં કયારેક તમામ પક્ષોની અપેક્ષાઓને સંતોષી શકાતી નથી. સંઘર્ષ નિવારણ કે કલેશ રહિત સમાધાન એ તકરાર વ્યવસ્થાપનમાં અગત્યનું કાર્ય કરે છે-કારણ કે, તકરાર સાથે વ્યવહાર કરવો એ માનવતા જેટલી જ જૂની પ્રથા છે. માનવ ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો જોવા મળે છે. ઉદાહરણો દર્શાવે છે કે, તકરારમાં વ્યકિતઓ હોય કે સમુદાયો તમામ પક્ષકારો દરેકને માન્ય હોય તેવા ઉકેલ સુધી પહોચવા પ્રયાસ કરે છે. જગતમાં રહેલી બધી જ સંસ્કૃતિમાં માન્યતા છે કે, સમસ્યાનો વ્યવહારું અને ઝડપથી ઉકેલ લાવવો એ જ શાંતિનો શ્રેષ્ઠ માર્ગ છે કારણ કે-સંઘર્ષ, તકરાર એક વિનાશક બળ છે. હાલના સમયમાં એવું માનવામાં આવે છે કે, માનવ સમાજમાં વિવાદો હોવા જરુરી છે. આવા વિવાદોમાં સામાજિક ફેરફારો, વૃદ્ઘિ કે નવા અનુભવોના નવા માર્ગો હોઇ શકે !

વિશ્વના આજના સમયની તાસીર જોતાં એવું કહી શકાય કે, આજના યુગમાં, માનવ સમાજમાં સંઘર્ષો કે તકરાર સામાન્ય થતાં જાય છે. પણ, જરૂરી નથી કે આ સંઘર્ષો વિનાશક હોય...જો એ સંઘર્ષોમાંથી બહાર આવવાનો મોકો ન મળે તો એ સંઘર્ષોના નિવારણની પ્રક્રિયા કરતી વખતે વૃદ્ઘિ, પરિપકવતા, સામાજિક ફેરફારો અને નવા વિચારોની સાથે નવા અનુભવો મળી શકે છે. આ નવા વિચારો, નવા અનુભવો સંભવિત નવા ઉકેલોના માર્ગ તરફ લઇ જાય છે. ભૂતકાળમાં થયેલા સંઘર્ષો પણ માનવસમાજ માટે બોધપાઠ સમાન હોય છે. ભૂતકાળમાં વડીલો દ્વારા સફળતાપૂર્વક ઉકેલવામાં આવેલી તકરારો એ સમાજની અનન્ય તાકાત કે ક્ષમતા ગણવામાં આવે છે. તાજેતરમાં સંઘર્ષ નિવારણ દરેક માટે અગ્રતાક્રમ બની ગયું છે એટલે જ એ અભ્યાસ અને વ્યવહારમાં એક વિસ્તરણ પામી રહેલું ક્ષેત્ર બની રહ્યું છે. સંઘર્ષ ઘનત્વને વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકામાં ખૂબ જ વેગ મળ્યો છે. એક અભ્યાસક્રમ તરીકે આ વિષય અંર્તગત વ્યવહાર કુશળતા અને વ્યુહરચનાઓ વિશે કેળવણી આપવામાં આવે છે. સ્વીકૃતિ પામેલા આ ક્ષેત્રમાં દાર્શનિક વલણોમાં ફેરફારો સ્વયં જાગૃતિના કાર્યક્રમો અને તાલીમ દ્વારા પૂર્તિ કરવામાં આવે છે. આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃતિ વ્યવહારું તાલીમ પહેલ, સંશોધન અને પ્રકાશન ક્ષેત્રે વિશાળ તક ઊભી કરે છે.

(સ્રોત:ઇન્ટરનેશનલ ડીકાડ ફોર એકશન-વોટર ફોર ઓલ:૨૦૦૫-૨૦૧૫)વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading