સિદ્ઘસર તળાવ-અંજાર

Submitted by vinitrana on Thu, 09/04/2014 - 07:49
સિદ્ઘસર તળાવ-અંજાર

[img_assist|nid=47988|title=SIDHHSAR LAKE|desc=|link=none|align=left|width=424|height=300]તળાવ ગામ કે જે તે વિસ્તારની શોભા છે. પ્રકૃત્તિની સાથે રહેવાના કે તેનો અનુભવ કરવાના ઘણાં બધા રસ્તાઓ પૈકી તળાવ પણ એક છે. પરંતુ જમીનની ભૂખના આજના જમાનામાં પૈસાના ભૂખ્યા લોકો ઇશ્વરની પ્રતિમા સમાન તળાવની જમીનને પણ મુકત રાખી શકતા નથી. નામદાર હાઇકોર્ટે પણ આની સામે લાલબત્તી ધરેલી છે પણ કોઇ ફરિયાદ દ્વારા કે અન્ય રીતે આ વાત ત્યાં સુધી પહોંચે તો કંઇક થાયને? આપણે વાત કરતાં હતાં તળાવની, તો તળાવ કુદરતી હોય અને બનાવાયેલું પણ હોય.br>
જે તળાવ કુદરતી હોય અને એકદમ નીચાણવાળા ભાગમાં હોય તેને તુટવાનો કયારેય ભય હોતો નથી. જે તળાવનું તળ જમીન લેવલે અથવા ઓછી ઉંડાઇવાળું હોય તે તળાવની પાળ જમીન ઉપર હોય તો તેના તુટવાનો ભય હંમેશાં રહેલો હોય છે. ડેમ એટલે એ પણ મોટું તળાવ એટલે આવા નિયમો તેને પણ લાગુ પડી શકે.br>
રાજસ્થાનમાં ડુંગરાળ વિસ્તારમાં તળાવ, ડેમ જેટલાં મોટાં હોય છે અને ચારે બાજુ કુદરતી ટેકરીઓને કારણે સુરક્ષિત હોય છે. જેમાં પાણી પણ વધારે સમાઇ શકે છે. ભુજનું હમીરસર તળાવ કુદરતી હોય તેમ જણાય છે. તેવી જ રીતે અંજારનંુ આ સિદ્ઘસર તળાવ પણ કુદરતી હોય તેમ જણાય છે. એક તરફ શેખ ટીંબો ઉંચાઇએ આવેલો છે તો બીજી તરફ ભુજ તરફ જતો રસ્તો એ ઉંચાઇએ આવે છે કે આ તળાવને ભય ન હોઇ શકે.

વડિલો કહે છે કે, આ તળાવ અંજારના એ વિસ્તારની શોભા હતી. તળાવ ભરેલું રહેતું અને તેમાં પબડીના વેલા હતાં, જેને કારણે તેનાં ફૂલ કે જેને આપણે પોયણું કે નાનું કમળ કહી શકીએ તેવા ફૂલોથી શોભતું હતું. આ તળાવનું તળ સફેદ સાગનુંં બનેલું છે અને આવું સાગનું તળિયું હોય તે તળાવમાં પાણી રહી શકે નહીં પણ જમીનમાં ઉતરી જાય. એવી માન્યતા છે કે આ તળાવમાં જે પબડીના વેલા હતા તેને કારણે તે તળિયાને પાણી ચૂસી જવાથી રોકતા હતાં. કોઇ કારણસર ૬૫ કે તેટલાં વરસો અગાઉ આ વેલા કાઢી નખાયા અને ત્યારથી આ તળાવનું તળિયું કાણું થઇ ગયું અને જે કાંઇ પાણી આવે છે તે ચૂસાઇ જાય છે. વરસાદ આવે ત્યારે આવને કારણે આવેલા પાણી થોડા દિવસ ટકે અને ધીરે-ધીરે જમીનમાં ઉતરી જાય.

આ તળાવનું પાણી જમીનમાં ઉતરી જવાનું એક અન્ય કારણ પણ હોઇ શકે, જે તે સમયે અંજારમાં આર્ટીઝીયન કન્ડીશન હતી એટલે કે અંજારની આજુબાજુની ટેકરીઓમાં પાણી હતું જે અંજારના કેટલાંક આર્ટીઝીયન કુવાઓમાંથી ઉભરાતું હતું. અંજારમાં આવા આર્ટીઝીયન વેલ હતાં. એક અજયપાળ મંદિરની પાછળ જે આજે ખંડેર તરીકે હયાત છે. બીજો તે ગંગા કુંડ અને ત્રીજો આ તળાવની બાજુમાં સત્યનારાયણ મંદિરનાં પ્રાંગણમાં હતો પણ કમનસીબે ભૂકંપમાં ધ્વંસ્ત થયેલા મંદિરનું પુન:નિર્માણ થયું. તેમાં પુરાત_વીય અવશેષ સમો આ કુંડ હાલ જ પૂરી નાખવામાં આવ્યો છે. પુરાત_વ ખાતા સહીત શહેરના લોકોએ પણ તેની સામે કોઇ વિરોધ નોંધાવ્યો નથી. અંજાર માટે આ વાત નવાઇ પમાડે તેવી નથી.br>
આવું જ અંજારના ભરેશ્વર મંદિરમાં આવેલ વાવનું હતું. આ પરિસ્થિતિને કારણે કદાચ આ પબડીવાળા તળાવનું પાણી ચૂસાઇ જતું ન હતું તેમ પણ માની શકાય. ગાંધીધામ કંડલાની પાણી યોજના અંતર્ગત આજુબાજુ અનેકાનેક અંદાજે ૫૦ પાતાળ કુવાઓ બનાવવામાં આવ્યાં. જેમાંથી ૫૦ કે તેથી વધારે હોર્સપાવર વાળી ૩૫ મોટરો ચોવીસે કલાક-હકીકતે ચોવીસે કલાક ૬૨ વરસથી પાણી ખેંચે છે. આને કારણે અત્યારે ઉપર કહેલા તમામ કુવા બિસ્માર હાલતમાં છે. તેમાંથી નીકળતું પાણી બંધ થઇ ગયેલું છે અને તે પણ આ તળાવનું તળિયું કાણું થઇ જવાનું એક કારણ હોઇ શકે.

આ તળાવની આવ ભુજ જતાં રસ્તા પરથી આવતી હતી અને પાળને કોઇ ઓગન ન હતું, પણ પાળ ઉપરના ત્રણ રસ્તા પાસેના ખુણા પરથી વધારાનું પાણી નીકળીને ઝુંડ એટલે કે જેસલ-તોરલ સમાધીવાળા વિસ્તાર તરફ જતું હતું પરંતુ કોઇ કારણસર ભુજ રસ્તા પર આવેલા નાળાને આડી પાળ બાંધવામાં આવી અને પાણીને અન્ય દિશામાં વાળવામાં આવ્યું હોવાનું કહેવાય છે, જેને કારણે હવે તેની આવ રહી નથી. ઘણાં વરસો અગાઉ અંજારના સવાસર તળાવના ઓગનને નાળી દ્વારા વાળીને આ તળાવમાં પહોંચાડવાની વાત વિચારાયેલી હતી.br>
ભૂકંપ બાદ આડાની રચના થતાં તેનાં સીઇઓ સાહેબ પાસે આ તળાવ માટે કંઇક કરવાની રજૂઆત કરેલી હતી, જે પરથી એમણે પણ આ તળાવની મુલાકાત લીધેલી હતી. કાણું તળિયું વ્યવસ્થિત કરવા માટે મુરમ એટલે કે રોડ બાંધકામમાં વપરાતી ખાસ પ્રકારની ચીકણી માટીના થર પાથરી તેના પર પાણી છાંટી રોલર ફેરવવામાં આવે જેથી તળાવનું તળિયું સખત કે ઇમ્પ્રેવીયસ બને. એ રીતે તળાવને પુન:જીવિત કરવાનું પ્રથમ પગથીયું તૈયાર કરી બાદમાં એની આવ બાબતે આગળ વધવાનું નક્કી થયેલું હતું પરંતુ તેમની બદલી થઇ જતાં વાત અટકી ગઇ અને તળાવ જેમનું તેમ બિસ્માર હાલતમાં હયાત છે.

[img_assist|nid=47989|title=SIDHHSAR LAKE|desc=|link=none|align=left|width=424|height=300]કોઇ પણ વસ્તુ કે સ્થળ બિસ્માર રહે એટલે તેનો ગેર વપરાશ ચાલુ થાય. અહીં પણ એમ જ થયું છે. ગાડીવાળા આ તળાવમાં ગાડીઓ ઉભી રાખે, કોઇ ઝૂંપડું બનાવે, કોઇ અન્ય રીતે પણ આ તળાવનું દબાણ કે શોષણ ચાલુ છે પણ શહેરમાં કોઇ પાણીપ્રેમી ન હોઇ આ તળાવની વહારે કોઇ ધાય તેવું નથી. જો આમને આમ ચાલશે તો વખત જતાં આ તળાવ માત્ર ઇતિહાસના પાના પર રહી જશે તે નિર્વિવાદ છે.

વિનિત કુંભારાણા
Disqus Comment

More From Author

Related Articles (Topic wise)

Related Articles (District wise)

About the author

नया ताजा