ઘોંઘાટ - પર્યાવરણને અસર કરતું ધ્વનિ પ્રદૂષણ

Submitted by vinitrana on Sun, 12/21/2014 - 07:32

અવાજ અથવા ઘોંઘાટ એ હવા દ્વારા ફેલાય છે કે પ્રસરે છે. અવાજના પ્રમાણને ડેસીબલમાં માપવમાં આવે છે. નિષ્ણાંત લોકોના મંતવ્ય અનુસાર ૯૦ ડેસીબલ્સથી વધુના સતત અવાજથી સાંભળવામાં શક્તિ કાયમી ધોરણે ગુમાવવી પડે છે અથવા આપણી નર્વ સીસ્ટમને ઘાતક નુકસાન થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુ.એચ.ઓ. દ્વારા શહેરોમાં સુરક્ષિત અવાજનું ધોરણ ૪૫ ડેસીબલ્સ નક્કી કરવામાં આવ્યું છે.


અવાજ - અથવા ઘોંઘાટની સાદા શબ્દોમાં વ્યાખ્યા કરીએ તો તે નહીં જોઈતો અવાજ - કે ધ્વનિ છે. જે અવાજ કે ધ્વનિ એક વ્યક્તિ માટે સુમધુર કે મનપસંદ હોય તે જ અવાજ કે ધ્વનિ અન્ય વ્યક્તિ માટે કર્કશ કે કે નાપસંદ બની રહે છે. તેના ઘણાં કારણો છે.

અવાજનું ઉદ્દભવસ્થાન


આપણા કુદરતી વાતાવરણમાં અવાજના અનેક ઉદ્દભવ સ્થાનો છે. જેમ કે પવન, જવાળામુખી, સમુદ્ર અને પશુપંખીઓના અવાજોને આપણે જાણીએ છીએ મહદ્અંશે તેનો આપણે સ્વીકાર કરીએ છીએ. પરંતુ માનવ સર્જિત અવાજો જેમ કે મશીન દ્વારા થતો અવાજ, વાહનોનો અવાજ, ટ્રેન, વિમાન, બોંબ વિસ્ફોટ, જાહેર લાઉડસ્પીકરનો અવાજ, મ્યુઝીક સીસ્ટમ, બેન્ડબાજા, ફટાકડા વગેરે અવાજો મહદ્ અંશે કર્કશ અને અણગમતા હોય છે.

અવાજની આરોગ્ય ઉપર અસર


અણગમતા કર્કશ અવાજની આપણા શરીર પર સીધી અસરમાં આપણી શ્રવણ શક્તિનો કાયમી કે કામ ચલાઉ ધોરણે નુકસાન થઈ શકે છે. શ્રવણ શક્તિ, સિવાય ઘોંઘાટની થતી પ્રતિકૂળ અસરોમાં હૃદયરોગની બિમારી, ચિંતા, માનસિક તાણ અને ઉંઘમાં ખલેલનો સમાવેશ થાય છે. નોંધવામાં આવેલી ઘોંઘાટની શારીરિક અસરોમાં એકાગ્રતા ગુમાવવી, યાદશક્તિ ગુમાવવી તેમજ બાળકોના શિક્ષણ ઉપર પ્રતિકૂળ અસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માથાનો દુઃખાવો, અનિંદ્રા તેમજ પાચન શક્તિના અભાવ માટે પણ ઘોંઘાટના પ્રદૂષણને કારણભૂત ગણવામાં આવે છે.

અવાજની સુરક્ષિત કક્ષા


અવાજ અથવા ઘોંઘાટ એ હવા દ્વારા ફેલાય છે કે પ્રસરે છે. અવાજના પ્રમાણને ડેસીબલમાં માપવમાં આવે છે. નિષ્ણાંત લોકોના મંતવ્ય અનુસાર ૯૦ ડેસીબલ્સથી વધુના સતત અવાજથી સાંભળવામાં શક્તિ કાયમી ધોરણે ગુમાવવી પડે છે અથવા આપણી નર્વ સીસ્ટમને ઘાતક નુકસાન થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુ.એચ.ઓ. દ્વારા શહેરોમાં સુરક્ષિત અવાજનું ધોરણ ૪૫ ડેસીબલ્સ નક્કી કરવામાં આવ્યું છે.

પરંપરાગત અવાજનું ધોરણ


આપણી પૃથ્વી ઉપર પરંપરાગત અવાજના ધોરણ જોઈએ તો - જંગલમાં ૨૦ ડેસીબલ, આપણા લીવીંગ રૂમમાં ૪૦ ડેસીબલ, ઓફિસ કચેરીમાં ૦.૬૫ ડેસીબલ અવાજવાળા કામકાજના સ્થળે ૮૫ ડેસીબલ, ન્યુમેટ્રિક હેમર - અપર ૧૦૦૦ ડેસીબલ, રોક ગ્રુપ ૧૧૦ ડેસીબલ, અવાજવાળા ફટાકડા - ૧૨૫ ડેસીબલ અને હવાઈ જહાજના ઉડવાના સમયે ૧૩૫ ડેસીબલ અવાજનું ધોરણ ૨૫ મીટરના અંતરે હોય છે.

પર્યાવરણ સુરક્ષા ધારો (૧૯૮૬) હેઠળ ઘોંઘાટ સામેની જોગવાઈઓ


પર્યાવરણ સુરક્ષા ધારો - ૧૯૮૬ હેઠળ અવાજ કે ઘોંઘાટને પર્યાવરણના એક પ્રદૂષણ તરીકે માન્યતા આપવામાં આવી છે અને અલગ અલગ વિસ્તારોમાં અવાજનું ધોરણ કેટલું હોવું જોઈએ તેનો ધોરણ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારને સત્તા આપવામાં આવી છે. ૧૪ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ કેન્દ્ર સરકારે અકે જાહેરનામું બહાર પાડીને અવાજનું પ્રદૂષણ નિયમન અને અંકુશ કાયદાઓ ૨૦૦૦ને અમલી બનાવ્યો છે. આ કાયદા હેઠળ બે પ્રકારમાં અવાજના પ્રદૂષણોનું વિભાજન કરવામાં આવ્યું છે. એક તો નિશ્ચિત મશીનરી અથવા ઘરના ઉપકરણો કે ફટાકડા દ્વારા ઉત્પન્ન અવાજ અને ધૂમાડો, જ્યારે મોટર વાહનો, એરકન્ડીશનર, રેફ્રીજરેટર, ડીઝલ, જનરેટર અને કેટલાંક બાંધકામ ક્ષેત્રના સાધનોનો પર્યાવરણ સંરક્ષણ કાયદો ૧૯૮૬ હેઠળ અનુસૂચિ - ૬માં સમાવેશ કરવામાં આવે છે.
(સૌજન્ય : પી.આઈ.બી., અમદાવાદ)
સંકલન: વિનીત કુંભારાણા