જળ સંગ્રહમાં સલામત ભાવી

20 Dec 2014
0 mins read
અત્યારે ભારતમાં જે સ્થિતિ છે તે પ્રમાણે ભારતમાં ૧૬.૭ કરોડ હેક્ટર-મીટર જળસ્રોત છે અને તેમાંથી માત્ર ૬.૬ કરોડ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. જો કે આઝાદી મળી ત્યારે અને પંચવર્ષીય યોજનાઓનો યુગ શરૂ થયો ત્યારે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં અત્યારે બહુ પ્રગતિ થઈ છે. પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ ત્યારે એટલે કે ૧૯૫૧માં ભારત માત્ર ૯૭ લાખ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થતો હતો, ૧૯૭૩ સુધીમાં આ પ્રમાણ વધીને ૧.૮૪ કરોડ હેક્ટર-મીટર થયું અને અત્યારે ૬.૬ કરોડ હેક્ટર-મીટર છે. આ પ્રમાણ વધ્યું તેનો ફાયદો એ છે કે ભારતમાં સિંચાઈ હેઠળની જમીન એટલે કે ખેતી માટેની જમીનમાં પણ તેને કારણે જોરદાર વધારો થયો છે. ૧૯૫૧માં ભારતમાં ૨.૨૬ કરોડ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ હતી. મતલબ કે આટલી જમીનને જ વરસાદ સિવાયની સિંચાઈ હેઠળ આવરી લેવાતી હતી.

એક અંદાજ પ્રમાણે ભારતની વસતી ૧૨૫ કરોડ કરતાં વધુ થઈ જવાની શક્યતા છે. આમ વિશ્વની કુલ વસતીમાં ભારતનો હિસ્સો લગભગ ૧૮ ટકાની આસપાસ થઈ જવાની શક્યતા છે. આ સંજોગોમાં ભારતમાં વિસ્તારના પ્રમાણમાં વસ્તીનું પ્રમાણ વિશ્વના બીજા દેશોના પ્રમાણમાં ઘણું વધારે છે, ભારતમાં ગીચતા વધારે છે અને તેને કારણે ભારતની પાણીની જરૂરિયાત પણ બીજા દેશોની સરખામણીમાં વધારે છે. બીજી તરફ ભારતમાં કુલ ઢોરોની સંખ્યા ૫૦ કરોડ કરતાં વધારે છે. અર્થાત્ વિશ્વનાં કુલ ઢોરમાંથી ૨૦ ટકા ઢોર ભારતમાં જ છે. તેથી તેમને નિભાવવાં જરૂરી છે અને તેમને માટે પણ પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવી જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. વાતાવરણની રીતે પણ ભારતમાં જે સ્થિતિ છે તેને કારણે ભારતમાં પાણીની જરૂરિયાત વધારે છે. ભારતનું ક્ષેત્રફળ ૩૨.૯ કરોડ ચોરસ કિલોમીટર છે કે વિશ્વના કુલ ક્ષેત્રફળમાં માત્ર ૨.૪ ટકા હિસ્સો ધરાવે છે. બીજી તરફ ૨૦૦૧માં થયેલી વસતી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસતી ૧,૦૨૭,૦૧૫,૨૪૭ મતલબ કે ૧૦૨ કરોડ કરતાં વધારે હતી. એ વખતે વિશ્વની કુલ વસતીમાં ભારતનો હિસ્સો ૧૫ ટકા કરતાં વધારે હતો. ભારતમાં અત્યારે વસતી ગણતરીનું કામ ચાલી જ રહ્યું છે અને આ વસતી ગણતરીના આંકડા ૨૦૧૧ માં જાહેર થશે.

ભારત ગરમ આબોહવા ધરાવતો દેશ છે અને તેને કારણે વર્ષના છ માસ કરતાં વધારે સમય ભારતમાં ગરમી પડે છે. આ કારણસર ભારતીયોને પીવાનું પાણી વધારે જોઈએ, ન્હાવા-ધોવા માટે પણ વધારે પાણીની જરૂર પડે. ભારતની પાણીની જરૂરિયાત વધારે હોવા પાછળનું બીજું મોટું કારણ એ પણ છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે.

ભારતીય અર્થતંત્ર ખેતી પર જ નભે છે અને ભલે અત્યારે ભારતની ગણના વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા ઔદ્યોગિક દેશોમાં થતી હોય પણ ભારતની અર્થતંત્રની કરોડ રજ્જુ આજેય ખેતી જ છે. ભારતની કુલ વસ્તીમાંથી લગભગ ૭૦ ટકા વસતી ખેતી પર નભે છે અને ગામડામાં વસે છે.

ખેતી માટે પાણી જોઈએ જ એને તેને માટે સિંચાઈની વ્યવસ્થા કરવી જ પડે. ભારતમાં ખેતી પણ મુખ્યત્વે તો વરસાદ આધારિત જ છે પણ જે રીતે દેશમાં વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે અને લોકોની જરૂરિયાતો વધી રહી છે. તેને કારણે માત્ર વરસાદ આધારિત ખેતીથી હવે ચાલી શકે તેમ નથી. આ સંજોગોમાં ભારતે વધારે ને વધારે પાણીનો સંગ્રહ થાય, વધુ ને વધુ જળસ્ત્રોત વિકસે અને સિંચાઈના હેતુ માટે વધારે ને વધારે પાણી ઉપલબ્ધ થાય તે જોવું જરૂરી છે.

અત્યારે ભારતમાં જે સ્થિતિ છે તે પ્રમાણે ભારતમાં ૧૬.૭ કરોડ હેક્ટરમીટર જળસ્રોત છે અને તેમાંથી માત્ર ૬.૬ કરોડ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. . જો કે આઝાદી મળી ત્યારે અને પંચવર્ષીય યોજનાઓનો યુગ શરૂ થયો ત્યારે જે સ્થિતિ હતી તેની સરખામણીમાં અત્યારે બહુ પ્રગતિ થઈ છે.

પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ ત્યારે એટલે કે ૧૯૫૧માં ભારત માત્ર ૯૭ લાખ હેક્ટર-મીટર જળસ્રોતનો ઉપયોગ સિંચાઈ માટે થતો હતો, ૧૯૭૩ સુધીમાં આ પ્રમાણ વધીને ૧.૮૪ કરોડ હેક્ટર-મીટર થયું અને અત્યારે ૬.૬ કરોડ હેક્ટર-મીટર છે. આ પ્રમાણ વધ્યું તેનો ફાયદો એ છે કે ભારતમાં સિંચાઈ હેઠળની જમીન એટલે કે ખેતી માટેની જમીનમાં પણ તેને કારણે જોરદાર વધારો થયો છે.

૧૯૫૧માં ભારતમાં ૨.૨૬ કરોડ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ હતી. મતલબ કે આટલી જમીનને જ વરસાદ સિવાયની સિંચાઈ હેઠળ આવરી લેવાતી હતી. મતલબ કે આટલી જમીનને જ વરસાદ સિવાયની સિંચાઈ હઠેળ આવરી લવેાતી હતી. 1984-85માં 6.75 હેક્ટર જમીન ને સિંચાઈ નો લાભ મળતો હતો અને 1990 સુધીમાં તેમાં 1.3 હેક્ટર જમીનનો ઉમેરો થયો.

મતલબ કે લગભગ 8 કરોડ હેક્ટર જમીનને સિંચાઈ નો લાભ મળતો હતો . હાલ માં 11.3 કરોડ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે . જોકે આપ્રમાણ પણ સંતોષકારક નથી. કેમ કે ભારત જે ખેતીલાયક જમીન છે તેમાંથી ઓછામાં ઓછી 50% જમીનને જ સિંચાઈ નો લાભ મળે છે અને બાકીની જમીન વરસાદ ઉપર જ આધારિત છે.

ભારતમાં બાકીની ખેતીલાયક જમીનને સિંચાઈ નો લાભ મળે એ માટે જળ સંગ્રહ ની ક્ષમતા માં વધારો કરવો જરૂરી છે. ભારતમાં અત્યારે સતત ઉપયોગમાં લઇ શકાય તેવા જલસ્ત્રોત ૧૦૮૬ ઘન કિલોમીટર જ છે તેની સામે ભારતની પાણીની જરૂરિયાત લગભગ ૪,૦૦૦ ઘન ઘન કિલોમીટરની છે.

સવાલ એ થાય છે કે ભારત બાકીનું જળ ક્યાંથી મેળવે છે ? એ સવાલનો જવાબ નદીઓ સહીત ના જલસ્ત્રોત છે. ભારતમાં નદીઓ છે જે દર વર્ષે લગભગ 1953 ઘન કિલોમીટર પાણી આપે છે. મતલબ કે પાણી જરૂરિયાતની 50% જરૂરિયાત તો નદીઓ પૂરી કરે છે. એ સિવાય જમીન ઉપરનું પાણી જે લગભગ 360 ઘન કિલોમીટર છે તે ઉપયોગમાં લેવાય છે.

આ પાણી તળાવો થાકી મળે છે. વરસાદ પડે ત્યારે તળાવો ભરાય છે અને તે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જમીનની અંદર રહેલા પનીનુંપ્રમાન ઓછું છે જે 396 ઘન કિલોમીટર છે. પ્રતિવર્ષ આ પાણીનો આધાર પણ વરસાદ જ છે. જયારે વરસાદ સારો પડે ત્યારે તેમાં વધારો થાય છે અને વરસાદ ઓછો પડે તો તેમાં ઘટાડો થાય છે. સરવાળે જોવા જઈએ તો ભારતીયો ને તેમની જરૂરત મુજબનું પાણી મળી શકતું નથી.

ભારતે પોતાની આ જરૂરિયાતોને અનુલક્ષીને આમ તો અત્યારે જ જળસંગ્રહ અંગે ચોક્કસ નીતિ અપનાવવી પડે અને દર વર્ષે પોતાની જળસંગ્રહની ક્ષમતામાં વધારો કર્યા જ કરવો પડે. અત્યારે જે સ્થિતિ છે તે પ્રમાણે તો ભારત વરસાદ પર નિર્ભર રહે છે અને એ સિવાય મોટા મોટા બંધો તથા નદીઓ પર નિર્ભર છે.

આ બંધો અને નદીઓ ચોમાસા સિવાયની ઋતુઓ માટે ભારતની જળજરૂરિયાતો સંતોષવા માટેનું મુખ્ય માધ્યમ છે. આ નદીઓ અને બંધોમાંથી આડેધડ પાણી વપરાય છે અને તેને કારણે તેમના જળપુરવઠા પણ અસર થાય છે. નદીઓ મુખ્યત્વે પર્વતોમાંથી પાણી મેળવે છે. ભારતમાં મોટા ભાગની મોટી નદીઓનાં મૂળ હિમાલયમાં છે અને હિમાલયમાં બરફ ઓગળ્યા કરે તેનું પાણી આ નદીઓમાં ઠલવાયા કરે તેમાંથી આપણે કામ ચલાવીએ છીએ.

પહેલાં સ્થિતિ અલગ હતી અને હિમાલયમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી નદીઓમાં આવતું પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમાલયના હિમપ્રદેશ એટલે કે ગ્લેશિયર ઓગળી રહ્યા છે ત્યારે ક્યાં સુધી આ રીતે પુષ્કળ પ્રમાણમાં પાણી મળી શકશે તે પણ મોટો સવાલ છે.

ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ નદીઓમાં ક્રેક અચાનક જ પૂર આવી જાય છે અને તે વખતે વધી પડેલા પાણીનો સંગ્રહ કરવા માટેની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી તેથી આ પાણી વેડફાઈ જાય છે. આપણા માટે આ પણ એક મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ પણ અત્યંત જરૂરી બની ગયો છે.

જ્યાં નદીઓ અને બંધો નથી ત્યાં જમીનમાંથી પાણી ખેંચીને જળની જરૂરિયાત સંતોષવામાં આવે છે. જો કે આ રીતે સતત પાણી ખેંચ્યા કરવાથી ભૂગર્ભજળના પ્રમાણમાં પણ ઘટાડો થયો છે અને પાણી ધીરે ધીરે નીચે ઉતરતાં જાય છે.

બે દાયકા પહેલાં જ વિસ્તારોમાં પચીસ કે ત્રીસ ફૂટ ખોદવાથી પાણી મળી આવતું હતું તે વિસ્તારોમાં હવે સો સવાસો ફ્રૂટ ખોદવાથી પણ પાણી મળતું નથી.વરસાદી પાણીનો સંગ્રહ કરવાની અણાવડત તેને માટે જવાબદાર છે અને તેને કારણે સ્થિતિ ખરાબ થતી જાય છે.

ભારતમાં વસ્તી વધતી જાય છે. ત્યારે પાણીની જરૂરિયાત પણ વધશે જ અને તેને કારણે હવે જળનિયમન જરૂરી બનશે અને અત્યારની સૌથી તાતી જરૂરિયાત કોઈ હોય તો તે આ દિશામાં વિચારવાની જ છે અને સરકાર તો એ દિશામાં વિચારે જ છે પણ લોકો પણ એ દિશામાં વિચારે અને સક્રિયતા બતાવે તે જરૂરી છે.

ભારતમાં લોકોની માનસિકતા એવી છે કે તેઓ સરકાર પર જ બધી જવાબદારી ઢોળી નાંખવામાં માને છે. અને સૌથી પહેલાં તો આ માનસિકતા જ બદલવી પડે.

સરકાર મોટી નદીઓ પર બંધ બાંધવાનાં કે સિંચાઈ માટેની વ્યવસ્થા કરવા જેવાં કામો કરી શકે પણ જળસંગ્રહની જવાબદારી લોકોની વિશેષ છે અને તેને માટે લોકોએ જ વધારે મહેનત કરવી પડે. સરકાર તેમાં તમામ પ્રકારની મદદ કરે છે પણ લોકો વધારે સક્રિયતા બતાવે તે જરૂરી છે.

વરસાદી પાણીનો સંઘ્રહ કરવો જરૂરી છે કારણકે આ પાણી વેડફાઈ જાય છે. નાના ચેકડેમ બાંધીને વરસાદી પાણી ને રોકવામાં આવે તો પાણી ની અડધી સમ્મ્સ્યા દુર થઇ જાય. આ પાણી નો ઉપયોગ સિંચાઈ ની સાથે પીવાના પાણી તરીકે પણ કરી શકાય.

આ રીતે સંઘ્રહ કરેલું પાણી ઉનાળાના સમયે ખુબ જ ઉપયોગી બને છે. વરસાદી પાણી નો સંઘ્રહ કરવામાં આવે તો જળ સમસ્યા અંગે બીજું કશું વિચારવાની જરૂર રહે નહિ.

રાજેશ શર્મા
( લેખક પત્રકાર છે.)
સંકલનઃ કંચન કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading