જળ સંસાધન : આંકડાની ઊડતી નજરે

Submitted by vinitrana on Sat, 12/20/2014 - 07:12
ઉનાળાના તાપ તેની અંતિમ સ્ત્થીતીએ પહોચતા ભારતના ઘણા વિસ્તારોમાં રાબેતા મુજબ પાણીની બુમરાણ શરુ થઇ ધીમે ધીમે તીવ્ર રૂપ ધારણ કરે છે. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર જેવા રાજ્યોમાં પાણી ની તંગી તેની હદ વટાવી ચુકી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, અમરેલી જેવા જીલ્લામાં તો ઉનાળો છેલ્લા 20-25 દિવસ પસાર કરવો આકરો પડે છે.

પૃથ્વી પરના કુલ જળસ્ત્રોતમાં ૯૭ ટકા જળસ્ત્રોત ખારું પાણી, ૩ ટકા મીઠું પીવાલાયક પાણી અને વળી તેમાં પણ ૧ ટકા જળસ્ત્રોતનો જથ્થો ભૂગર્ભજળ તરીકે પ્રાપ્ય છે. ભારતમાં કુલ ભૂગર્ભજળના ૧૫ ટકા ભૂગર્ભજળ સૂકાઈ જવાની સ્થિતિમાં છે. દુનિયામાં સૌથી વધુ ૨૦ લાખ ટ્યૂબવેલ ભારતમાં છે. હાલની સ્થિતિ એ આપણી ૭૦ ટકા જરૂરિયાત ભૂગર્ભજળ સ્ત્રોતથી જ પૂરી થાય છે. વિશ્વબેંકના અહેવાલ અનુસાર ૨૫ વર્ષમાં ભૂગર્ભજળના ૬૦ ટકા સ્ત્રોત ખતરનાક સ્થિતિએ પહોંચી જશે.

છેલ્લાં થોડા સમયથી પાણીનો પ્રશ્ન એ ફક્ત અછતનો જ પ્રશ્ન રહ્યો નથી. પાણીની અછત હવે પાણીની ગુણવત્તાની સરહદમાં પહોંચી ગઈ છે. ભારતમાં ૧/ ૩ જિલ્લાઓનું પાણી હવે પીવાલાયક રહ્યું નથી. ૨૫૪ જિલ્લાઓમાં પાણીમાં લોહતત્ત્વનું પ્રમાણ ફ્લોરાઈડનું પ્રમાણ જરૂરિયાત કરતાં વધુ છે. ૩૪ ટકા જિલ્લાઓમાં આર્સેનિક)નું પ્રમાણ તેની ભયસપાટી કરતાં વધુ જોવા મળ્યું છે.

ગુજરાતમાં ૧૮ જિલ્લાઓમાં ફ્લોરાઈડનું ઊંચુ પ્રમાણ અને ૨૧ જિલ્લાઓમાં ક્ષાર તત્ત્વનું ઊંચુ પ્રમાણ ફેલાઈ ગયું છે. આથી, સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રશ્ન એ અછત અને ગુણવત્તાનો દ્વિમુખી પ્રશ્ન બની ગયો છે. હાલના સમયે ભારતમાં વ્યક્તિદીઠ રોજની પાણીની માંગ ૮૫ લિટર છે. જે ૨૦૨૫ સુધીમાં ૧૨૫ લિટર થઈ જશે. ત્યારે ભારતની વસ્તી પણ ૧ અબજ ૩૮ કરોડ થઈ જશે. તેમ જ પાણીની માંગમાં કુલ ૭,૯૦૦ કરોડ લિટરનો વધારો થઈ જશે.

ભારતમાં પાણીની ઉપલબ્ધતા અને પાણીની માંગ


[img_assist|nid=48622|title=TABLE_1|desc=|link=none|align=center|width=640|height=253]વિશ્વબકેંના સર્વે અનુસાર ભારતમાં ૧૦૨૦ સધુી પાણીની ઉપલબ્ધતા ૩૮૦ ક્યિુબક કિમી વાર્ષિક રહશે. જયારે તેની વિરુદ્ધમાં માગ૮૧૦ ક્યિુબક કિમી જટેલી થઈ જશે. સરકાર દાવો કરે છે કે ગુજરાતના દસ હજાર ગામડાઓ અને ૧૦૦ થી વધુ શહેરો સુધી નર્મદાના નીર પહોંચી ચૂક્યા છે. છતાં મોરબી, જુનાગઢ, કચ્છ, જામનગર, અમરેલી, ભાવનગરના ગામડાઓમાં ૪ થી ૧૦ દિવસે માત્ર એક જ વખત પીવા જેટલું જ પાણી પ્રાપ્ય છે. સૌરાષ્ટ્રમાં ગયા ચોમાસે સરેરાશ કરતાં ૨૫ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો. આથી જળાશયો ફક્ત ૫૦ થી ૬૦ ટકા જેટલા જ ભરાયા. જે હાલની સ્થિતિએ ખાલી થઈ ગયાં છે. સૌરાષ્ટ્રના ૧૯૫ જેટલા જળાશયોમાં માત્ર ૨૪ ટકા જેટલો જ જથ્થો બાકી રહ્યો છે. જે વરસાદ આવતા સુધી પીવાનું પાણી પૂરું પાડશે કે કેમ તે એક વિકટ પ્રશ્ન છે. ગુજરાતની વાર્ષિક ૩,૦૦૦ કરોડ ઘનમીટર પાણીની જરૂરિયાત સામે કુદરત ૪,૦૦૦ કરોડ ઘનમીટર પાણી પૂરું પાડે છે. છતાં પાણીની અછત કેમ વર્તાય છે. તે વિચારવું જ રહ્યું.

જળસંકટની વિઘાતક અસરો


- ૨૦૧૦માં ૮૦ ટકા પાણી ભૂગર્ભજળ ભંડારમાંથી ખેંચવામાં આવે છે. પરિણામે ૨૦૩૫ ભારતમાં ૬૦ ટકા જેટલા ભૂગર્ભજળ ભંડારો ખલાસ થઈ જશે.
- દુનિયામાં ૧ અબજ ૧૦ કરોડ લોકોએ દરરોજ પાણી માટે સંઘર્ષ કરવો પડશે.
- ૨૦૩૦માં દુનિયાના ૪૭ ટકા લોકો જળસંકટવાળા વિસ્તારોમાં રહેતા હશે.
- ૨૦૨૦ સુધીમાં વરસાદ આધારિત કૃષિ ઉત્પાદન ૫૦ ટકા જેટલું ઘટી જશે.
- ૨૦૨૫ સુધી ભારતમાં ૭,૯૦૦ કરોડ લિટરનો વધારો એક મહાસંકટ ઊભું કરશે.
- ૨૦૩૦ સુધી હિમાલયથી મળતાં પાણીના પ્રમાણમાં ૨૦ ટકા ઘટાડો થશે. તેની પૂર્તિ કેવી રીતે કરવી એ યક્ષ પ્રશ્ન બની રહેશે.

પ્રજા તરીકે આપણે દેશ કે રાજ્યને આ પ્રશ્નમાં બે રીતે મદદરૂપ થઈ શકીએ એમ છીએ. એક, પાણીના વપરાશની આપણી ટેવ બદલીને, સુધારીને જરૂર જેટલું પાણી વાપરીએ. બીજું વરસાદના પાણીનાં ટીપેટીપાંનો સંગ્રહ કરી તેનો યથોચિત ઉપયોગ કરીએ.

રાજેશ રાઠોડ
( લેખક ભગવાન મહાવીર કૉલેજ ઑફ ઍજ્યુકેશન (એમ.એડ્.) ભરથાણા, સુરતમાં પ્રાધ્યાપકં છે.)
સંકલનઃ કંચન કુંભારાણા