ક્લાઈમેન્ટ ચેન્જ : વિશ્વ સમક્ષ મોટો પડકાર

પૃથ્વી ઉપર ઉદ્યોગોને કારણે કાર્બનડાયોક્સાઈડ જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ભયજનક હદે વધી ગયું છે. તેને કારણે દુનિયામાં પીવાના પાણીની સખત ખેંચ પેદા થાય તેમ છે. એક અંદાજ મુજબ યંત્રવાદનો યુગ શરૂ થયોતે અગાઉ પૃથ્વી ઉપર કાર્બનડાયોક્સાઈડ વાયુનું જેટલું પ્રમાણ હતું તે પ્રમાણમાં આજે ઘણો વધારો નોંધાતા વિશ્વના રણપ્રદેશો અને સુકાપ્રદેશોમાં ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે. તો ક્યાંક પાણીનો જથ્થો વધી જશે તેમ જણાવવામાં આવ્યું છે.

ક્યોટો પ્રોટોકોલ અને કોપન હેગન પરિષદ પછી પણ હવામાન પરિવર્તન માટે જવાબદાર કૃત્રિમ પરિબળોને અંકુશમાં લેવાની કોઈ મજબુત, વૈશ્વિક સમજુતી સાધી શકાય નથી. પરિણામે ક્લાઈમેન્ટ ચેન્જની સામે પગલાઓ લઈ શકાય તે પ્રકારનું આયોજન અને નજીકના ભવિષ્યમાં સફલતા મળે તેવું લાગતું નથી. આખો પ્રશ્ન વિકસિત, વિકાસશીલ અને ગરીબ રાષ્ટ્રોના હિતો અને સંઘર્ષ વચ્ચે અટવાઈ ગયો છે. પૃથ્વીની ઉત્પત્તિ, કુદરતી, ભૌગોલિક ઘટનાઓ અને પરિવર્તનોથી અનેક કુદરતી પ્રદેશો હજારો વર્ષથી અસ્તિત્વમાં આવ્યા છે અને વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. આવા પ્રદેશોમાં મુખ્યત્વે ઠંડા, શુષ્ક, ગરમ વગેરે જોવા મળે છે. આવા પ્રદેશો કુદરતી રીતે જોઈએ તો જેમના તેમ રહેવા જોઈએ, પરંતુ પૃથ્વી પર બદલાઈ રહેલા વાતાવરણને પગલે વિશ્વના દરેક ખૂણે હવે નવા-નવા ફેરફારો નોંધાવવા લાગ્યા છે અને જેના પરિણામસ્વરૂપ અતિશય તાપમાનવૃદ્ધિ, બરફવર્ષા, અતિવૃષ્ટિ, અતિ ઠંડી વગેરે જેવા હવામાનમાં થતા ફેરફારો જોવા મળ્યા છે. કુદરતના આવા પરિવર્તનોને લઈને વિશ્વના ઘણાં બધાં દેશો આ બાબતે ચિંતા દર્શાવવા લાગ્યા છે.

કેટલાક અહેવાલો


ક્લાઈમેન્ટ ચેન્જને પરિણામે સમગ્ર સૃષ્ટિ પર અને વિશ્વના કેટલાક પ્રદેશો પર કેવી દુરોગામી અસરો થશે તે અંગેની માહિતી નીચેના કેટલાક અહેવાલો પરથી જાણી શકાશે.
૧. વિશ્વબેંકનો એક તાજેતરનો અહેવાલ જણાવે છે કે વૈશ્વિક તાપમાન વધવાથી ગંભીર વિઘાતક પ્રશ્નો સર્જાય છે, તેથી ઋતુચક્રમાં પરિવર્તનો થવા લાગ્યા છે. જે ખૂબ જ પ્રતિકૂળ છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા પણ ઘટવા લાગી છે. ઈ.સ. ૨૦૦૦ થી ૨૦૦૭ દરમિયાન માનવપ્રવૃત્તિઓને કારણે જમીન અને સમુદ્રની કાર્બનડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા ૫૪ ટકા ઘટી છે. જંગલોનો નાશ થવાથી જાગતિક તાપમાનમાં વૃદ્ધિ થઈ છે. તેથી વિકસતા દેશોને દર વર્ષે ૧૦૦ બિલીયન ડોલરનું નુકસાન થાય છે.
૨. નાસાના વૈજ્ઞાનિક ડૉ. રોબર્ટ થોમસે વિમાન દ્વારા આટલાન્ટિક ખંડ પર અવલોકન કરીને જણાવેલ કે બરફના પહાડો પીગળી રહ્યા છે અને હીમનદીઓ પાતળી પડી રહી છે. બરફ પીગળવાને કારણે દુનિયાભરના મહાસાગરોની સપાટી ઊંચી આવી રહી છે અને સુનામી જેવી ઘટનાઓનું પ્રમાણ વધશે તેવું જણાઈ રહ્યું છે.
૩. સંયુક્ત રાષ્ટ્રસંઘના પર્યાવરણીય કાર્યક્રમ અને વર્લ્ડ મિટીયોલોજીકલ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૨૨ વૈજ્ઞાનિકો અને ૫૧૫ સહાયકો દ્વારા ૨૦૦૧માં એક વિસ્તૃત અભ્યાસ રજુ થયો હતો. તે મુજબ વીસમી સદીમાં પૃથ્વીના સ્તરના સરેરાશ તાપમાનમાં ૦.૬ ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થયેલ અને આ વધારાનું મુખ્ય કારણ માનવસર્જિત ઉદ્યોગો હતુ. ઈ.સ. ૧૮૬૧ની સાલમાં પૃથ્વીના વિવિધ પ્રદેશોનું ઉષ્ણતામાન વિધિસર માપવાનું અને નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. તે પછી ૧૯૯૦નો દાયકો પૃથ્વી માટે સૌથી ગરમ દાયકો હતો અને ઈ.સ. ૧૯૯૮નું વર્ષ સૌથી ગરમ વર્ષ હતું.
૪. ‘ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેન્ટ ચેન્જ’ ના જણાવ્યા મુજબ ૧૯૬૧ થી અત્યાર સુધીમાં પૃથ્વીના ૧૦ ટકા પહાડો પીગળી ગયા છે. વીસમી સદી સુધીમા પૃથ્વી ઉપર આવલેા સમદ્રુની સપાટીમાં ૦.૧ મીટરથી લઈને ૦.૨ મીટર જટેલા વધારો થયો છે. એક અંદાજ મુજબ૨૧ મી સદીના અંત સધુીમાં પૃથ્વી ના તાપમાનમા ૧.૪ ડીગ્રીથી લઈને ૫.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ વાંદરો થવાની સંભાવના છે.
૫. ‘ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ - ઇસરોએ જાહેર કરેલા આંકડાઓ મુજબ આબોહવા પરિવર્તનની ગંભીર અસરોને કારણે ગંગોત્રી હિમખંડ છેલ્લા ૩૦ વર્ષમાં ૧.૫ કિ.મી. જેટલો ઓગળ્યો છે. સેટેલાઈટ તસ્વીરો દ્વારા પુરવાર થયું હતું કે છેલ્લા દશ વર્ષમાં આ હિમખંડ ૧૫ થી ૨૦ મીટર પીગળ્યો હતો. ઇસરોએ ઉપગ્રહ દ્વારા મેળવેલા ચિત્રોમાં સ્પષ્ટ જણાતું હતું કે ગંગોત્રી હિમખંડની ઉંચાઈએ હવે વૃક્ષો ઉગવાનું શરૂ થયું છે જે થોડા દાયકાઓ અગાઉ જોવા મળતા ન હતા.
૬. ફિલિપાઈન્સની ઈન્ટરનેશનલ રાઈસ ઇન્સ્ટીટ્યુટે બહારપાડેલા અહેવાલ મુજબ વિશ્વમાં વધી રહેલી ગરમીને કારણે ચોખાના ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વના આશરે અઢી અબજ લોકોનો મુખ્ય આહાર ચોખા છે એ જોતા ચોખાનું ઉત્પાદન ઘટશે તો આ અઢી અબજ પૈકી કરોડો ગરીબ લોકો ભૂખમરાનો શિકાર બનશે. વિજ્ઞાનીઓ કહે છે કે પૃથ્વીના ઉષ્ણતામાનમાં જો ૦.૭ ડિગ્રી જેટલો વધારો થાય તો ચોખાના ઉત્પાદનમાં ૧૦ ટકા જેટલો ઘટાડો થાય છે.

હવામાન પરિવર્તનની અસરો


હવામાન પરિવર્તનને લીધે પૃથ્વી પરના વાતાવરણમાં જે ફેરફારો થાય છે. તેનાથી ઋતુચક્રમાં બદલાવ આવેલો જોવા મળે છે. કેટલીક ગંભીર અસરોને સ્પષ્ટ કરીએ :- પૃથ્વી ઉપરના ઉદ્યોગોને કારણે કાબર્નડાયોક્સાઈડ જવેા ઝેરી વાયુઓનું પ્રમાણ વધી ગયું છે. તેને કારણે દુનિયામાં સતત પાણીની ખેંચ પેદા થાય તેમ છે. વિશ્વના રણપ્રદેશો અને સુકાપ્રદેશોમાં ભેજનું પ્રમાણ એકદમ ઘટી જશે. તો ક્યાંક પાણીનો જથ્થો વધી જશે તેમ જણાવવામાં આવ્યું છે.
- જેઓ નિયમિત રીતે હિમાલયની મુલાકાતે જાય છે, તેમનું સ્પષ્ટ નિરીક્ષણ છે કે અગાઉ આ પ્રદેશમાં જેટલી બરફવર્ષા થતી હતી એટલી હવે થતી નથી. ઉતરાંચલમાં કૌંસાની નામનું હિલસ્ટેશન આવેલું છે આ પ્રદેશમા શિયાળામાં હવે પહેલા જેટલી ઠંડી પડતી નથી.
- છેલ્લા ૫૦ વર્ષમાં હવામાનના ઉષ્ણતામાનમા ૧૦૦ ટકાનો વધારો નોધાયો છે. તેથી પૃથ્વીની વાર્ષિક સિસ્ટમમા ગરબડ ઊભી થઈ છે.
- ૧૯૯૮ થી સતત દર વર્ષે સરેરાશ ઉષ્ણતામાન વધતું રહ્યું છે અને ૨૦૦૫નું વર્ષસદીઓમાં સૌથી ગરમ વર્ષ સાબિત થયું હતું.
- ગરમીના કારણે ઉત્તરધ્રુવની હિમાચ્છાદીત પર્વતમાળાઓ અને દક્ષિણધ્રુવના હિમાચ્છાદીત મેદાનો ઓગળી રહ્યા છે તેથી ધ્રુવપ્રદેશો ઠંડક ગુમાવી રહ્યા છે.
- હજારો વર્ષથી જરાય ન ઓગળેલો બરફ ઓગળીને મહાસાગરોમાં ઠલવાઈ રહ્યો છે. તેથી મહાસાગરના આંતરિક પ્રવાહો બદલાઈ રહ્યા છે અને જળચર જીવસૃષ્ટિ નાશ પામી રહી છે.
- શિયાળો-ઉનાળો અને ચોમાસુ અસ્થિર તથા ઘાતક બની જતા દરેક ઋતુના પાક નિષ્ફળ જશે અને અનાજની કારમી અછતથી વિશ્વવ્યાપી ભૂખમરો ફરી વળશે.
- વધતી ગરમીના પરિણામે હવામાં ભેજનું પ્રમાણ વધશે પરિણામે મેલેરિયા, ડેન્ગ્યુ, ફ્લુ જેવા ચેપી રોગોના વાયરસ વગેરે અનેક પ્રમાણમાં ઉદ્ભવશે અને ફેલાશે.

ડા. એસ. કે. પાંભર
(લેખક એસ.વી.ઈ.ટી. કોમર્સ કૉલેજ, જામનગરમાં વ્યાખ્યાતા છે.)
સંકલન: વિનીત કુંભારાણા
Posted by
Get the latest news on water, straight to your inbox
Subscribe Now
Continue reading