વાયબ્રન્ટ ગુજરાતમાં જળસંચયનો ઉત્સવ

Submitted by vinitrana on Fri, 01/23/2015 - 07:00

જળસંચય ઉત્સવને કારણે ભૂગર્ભ જળસપાટી નીચે ઉતરતી જતી હોવાનો ક્રમ ઉલટાવીને ઉપર આવતી જણાઇ છે. એટલું જ નહીં ઉનાળામાં પણ ભૂગર્ભ જળ સપાટી ઉંચે આવી હોય તે ઘટના રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થઇ છે. સારૈાષ્ટન્રા જિલ્લામા જળસચંયથી પાણી સ્તરના ફેરફાર જોઈએ તો જામનગરમા જળસપાટી ઉંચે આવવાનું પ્રમાણ ૨.૦૪ મીટર, રાજકોટ ૩.૯૫ મીટર, સુરેન્દ્રનગરમાં ૩.૮૧ મીટર, ભાવનગરમાં ૧.૪૩ મીટર, અમરેલીમાં ૬.૦૦ મીટર, જૂનાગઢ ૩.૨૬ મીટર વગેરે જેટલી ભૂગર્ભ સપાટી જળસંચયના કારણે ઉંચે આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ ભૂગર્ભ જળસપાટીમાં વૃધ્ધિ જળસંચયના કારણે જ થઇ છે તેવું સિધ્ધ કર્યું છે.


“જળ એ જ જીવન, જીવન એ જ ઉત્સવ” એ સુત્રને વાયબ્રન્ટ ગુજરાતને પૂર્ણ કરવા અને જળક્ષેત્રે જોડાયેલી વૈશ્વિક સંસ્થાઓ, જળ નિષ્ણાંતો તથા પાણીની સર્વગ્રાહી ચિંતા કરનારા તજજ્ઞો એવી આગાહી કરે છે કે ભારત સહિત સમગ્ર વિશ્વ આગામી દિવસોમાં પાણીના એક એક બિંદુ માટે લડતું જોવા મળશે, આ આગાહી વિશ્વના ભારત સહિત અન્ય દેશો માટે સાબિત થાય કે ન થાય પરંતુ ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી ગુજરાતની પાણીની સમસ્યાના સર્વગ્રાહી ઉપાયોને ધ્યાનમાં લેતા આ અમંગળ વાણી ગુજરાતમાં તો સાચી ઠરે તેવા કોઇ જ ચિન્હો દેખાતા નથી.

છેલ્લા વર્ષો દરમિયાન ગુજરાત પર પ્રકૃતિની અસીમ મહેર હોય તેમ મેઘરાજાએ આ ચાલુ વર્ષો દરમિયાન રાજ્યના સરેરાશ ૮૦૦ થી ૯૦૦ મી.મી ની સામે સરેરાશ ૧૨૦૦ થી ૧૩૦૦ મી.મી. નો વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ ગુજરાત તરફ ગુજરાત રાજ્યના જળસંચય ઉત્સવને કારણે ભૂગર્ભ જળ સપાટી ઉંચે આવી હોય તે ઘટના રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થઇ છે. સારૈાષ્ટન્રા જિલ્લામા જળસચંયથી પાણી સ્તરના ફેરફાર જોઈએ તો જામનગરમા જળસપાટી ઉંચે આવવાનું પ્રમાણ ૨.૦૪ મીટર, રાજકોટ ૩.૯૫ મીટર, સુરેન્દ્રનગરમાં ૩.૮૧ મીટર, ભાવનગરમાં ૧.૪૩ મીટર, અમરેલીમાં ૬.૦૦ મીટર, જૂનાગઢ ૩.૨૬ મીટર વગેરે જેટલી ભૂગર્ભ સપાટી જળસંચયના કારણે ઉંચે આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ ભૂગર્ભ જળસપાટીમાં વૃધ્ધિ જળસંચયના કારણે જ થઇ છે તેવું સિધ્ધ કર્યું છે.

ચેકડેમ, દોઢલાખથી વધુ ખેતતલાવડીઓ, હજારો તળાવો, સેંકડોની સંખ્યામાં બોરીબંધ અને પૂર્વ અને ઉત્તર ગુજરાતના કુલ સાત જિલ્લાઓ માટે તૈયાર ૩૩૭ કિલોમીટર લાંબી પથરાયેલી સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ ચાલુ વર્ષે વરસાદના પાણીનો ગત વર્ષોની તુલનામાં અંદાજિત ૪.૬૦ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે. તેમજ રાજ્યના મોટાભાગના બંધોમાં પૂર્ણ કે ૭૦% થી વધુ જળરાશિનો સંગ્રહ થયો. તેના પરિણામે ગત ૧૦ વર્ષની સરેરાશ કરતા ચાલુ વર્ષે ૧,૫૯,૧૫૨ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ વધુ કરી શકાયો છે. જેમકે, નાના મોટા જળાશયોમાં ચાલુ વર્ષે જળરાશિ એકત્ર જોઇએ તો,.....

૧. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧,૬૨,૪૨૭ મિલિયન ઘનફૂટની સામે ૨,૦૦,૯૩૫ મિલિયન ઘનફૂટ.
૨. મધ્ય ગુજરાતમાં સરેરાશ ૨૮,૫૯૮ મિલીયન ઘનફૂટની સામે ૭૦,૩૫૦ મિલીયન ઘનફૂટ.
૩. ઉત્તર ગુજરામાં સરેરાશ ૨૨,૨૯૨ મિલિયન ઘનફૂટની સામે ૫૪,૧૭૧ મિલિયન ઘનફૂટ.
૪. સૌરાષ્ટ્રમાં સરેસાશ ૩૨,૬૩૬ મિલિયન ઘનફૂટની સામે ૬૬,૩૧૧ મિલિયન ઘનફૂટ.
૫. કચ્છ જિલ્લામાં સરેરાશ ૨,૭૯૬ મિલિયન ઘનફૂટની સામે ૬,૧૩૧ મિલિયન ઘનફૂટ.

આમ, ગુજરાત રાજ્યમાં ગત વર્ષો કરતા સરેરાશ ચાલુ વર્ષે વધુ પાણીનો સંગ્રહ જળસંચય ઉત્સવથી થયો છે. જળસંચય માટે ચેકડેમની સાથોસાથ ખેતતલાવડીઓને ગુજરાત સરકારે પણ ખૂબ જ મહત્વ આપ્યું છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજ્યમાં દોઢ લાખ જેટલી ખેતતલાવડીઓ બનવાથી ૧૦૦૦ મિલિયન ઘનફૂટ પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ થયો છે. જેથી તેમની આસપાસના અનેક કૂવા અને બોર રીચાર્જ થયા. આ કૂવાઓ અને બોર રિચાજર્ થવાન ેકારણ ેસિંચાઈ સિુવધા વધી છ.ે ખતેતલાવડીની જમે હજારા ેચકેડમેના કારણે પણ વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ થયો છે.

છેલ્લા ૨ વર્ષ દરમિયાન રાજ્યની નદીઓ પર ૧૦૦૦ થી વધુ હરોળબંધ ચેકડેમ બંધાવાના કારણે આ વર્ષે નદીઓમાં ૧,૧૭,૬૦૦ મિલિયન ઘનફૂટ પાણી ભૂગર્ભમાં રિચાર્જ કરી શકાયું છે. સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના ઉપરાંત કૃષિ ગ્રામવિકાસ તથા વનવિભાગની નાની મોટી યોજનાઓ અંતર્ગત રાજ્યમાં ૮૦,૦૦૦ થી વધુ ચેકડેમ બન્યા છે. ચેકડેમ દ્વારા જળસંચય થવાના કારણે ૩૫,૦૦૦ મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ શક્ય બન્યો. જો કે, સામાન્ય રીતે જે પાણી સંગ્રહ થાય છે. તેનું ૧૦% પાણી રીચાર્જ થતું હોય છે. ઉપરાંત જળ સંચય માટે ગુજરાત રાજ્યમાં ૫૦૦૦ થી વધુ તળાવો ઉંડા કરીને ૨૦,૦૦૦ મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો સંગ્રહી શકાયો છે. ગામ તળાવ ઉંડા કરી તળાવની સંગ્રહશક્તિ વધારવાના પ્રયાસોના પરિણામે આસપાસના વિસ્તારોમાં ત્રણ થી પાંચ મીટર પાણીના સ્તર ઉંચા આવ્યાં છે. જળસંચય દ્વારા પાણીના સ્તરમાં ફેરફાર ગુજરાત રાજ્ય સરકાર જળસંચય ઉત્સવને કારણે રાજ્યમાં જુદાં-જુદાં વિસ્તારોમાં પાણીના સ્તરમાં જે ફેરફાર થયો છે તે નોંધપાત્ર છે. સામાન્ય રીતે. દક્ષિણ ગુજરાતમાં પાણીના સ્તરમાં સરેરાશ ૩.૫૭ મીટરનો વધારો થાય થાય છે. તેમની સામે ચાલુ વર્ષે ૫.૭૬ મીટરનો વધારો નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં પાણીના સ્તરમાં ૩.૦૩ મીટરનો વધારો થયો છે. તેની સામે ચાલુ વર્ષે ૫.૦૧ મીટર નો વધારો નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં પાણીના સ્તરમાં સરેરાશ ૨.૨૦ મીટરનો વધારો થાય છે. તેની સામે ચાલુ વર્ષે ૪.૧૫ મીટરનો વધારો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં પાણીના સ્તરમાં સરેરાશ ૬.૨૦ મીટરનો વધારો થાય છે. તેની સામે ચાલુ વર્ષે ૮.૫૦ મીટરનો વધારો નોંધાયો છે.

કચ્છ જિલ્લામાં પાણીના સ્તરમાં સરેરાશ ૧.૯૧ મીટરનો વધારો થાય છે. તેની સામે ચાલુ વર્ષે ૨.૩૧ મીટરનો વધારો નોંધાયો છે. આમ જળસંચય ઉત્સવને કારણે ભૂગર્ભ જળસપાટી નીચે ઉતરતી જતી હોવાનો ક્રમ ઉલટાવીને ઉપર આવતી જણાઇ છે. એટલું જ નહીં ઉનાળામાં પણ ભૂગર્ભ જળ સપાટી ઉંચે આવી હોય તે ઘટના રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લામાં જળસચંયથી પાણી સ્તરના ફરેફાર જાઇેએ તો જામનગરમાં જળસપાટી ઉંચે આવવાનું પ્રમાણ ૨.૦૪ મીટર, રાજકોટ ૩.૯૫ મીટર, સુરેન્દ્રનગરમાં ૩.૮૧ મીટર, ભાવનગરમાં ૧.૪૩ મીટર, અમરેલીમાં ૬.૦૦ મીટર, જૂનાગઢ ૩.૨૬ મીટર વગેરે જેટલી ભૂગર્ભ સપાટી જળસચંયના કારણે ઉંચે આવી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ ભૂગર્ભ જળસપાટીમાં વૃધ્ધિ જળસંચયના કારણે જ થઇ છે તેવું સિધ્ધ કર્યું છે.

આમ ગુજરાતમાં કુદરતી વરસાદનું પ્રમાણ વધ્યું છે તેમજ વરસાદના પાણીના મહત્તમ સંગ્રહ માટે રાજ્યમાં બનાવાયેલ હજારો ખેતતલાવડીઓ, ચેકડેમો, તળાવો, પાતાળકૂવા અને મહત્વની સરકારી સુજલામ સુફલામ સ્પ્રેડિંગ કેનાલની વ્યવસ્થા વગેરે દ્વારા જળસંચય માટે લાખો ઘનમીટર પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ થઈ શક્યો છે.સમગ્રતયા જોઇએ તો ગુજરાતની પ્રજાશક્તિ અને પ્રશાસને જળસંચય ઉત્સવના ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી દ્વારા યશસ્વી સિધ્ધિ હાંસલ કરીને સમગ્ર દેશને નવી દિશા ચિંધી છે. જળસંચયના કારણે નિર્મિત વિકાસ પ્રક્રિયા આગામી દિવસોમાં સ્વભાવિક પ્રક્રિયા બનવાની છે. જે સમૃધ્ધિ જળસંચય ઉત્સવને ફાળે જશે. તેમાં કોઇ શંકા નથી.

ડો. લલિત ચૌહાણ
(લેખક બી.ડી.કણકીયા કોલેજ, સાવરકુંડલામાં વ્યાખ્યાતા છે.)
સંકલનઃ વિનિત કુંભારાણા