જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા કુદરતી સંશાધનો આપણને કુદરત દ્વારા અમુલ્ય ભેટ મળી છે. જમીન, હવા, પાણી, જંગલો, અને ઉર્જા વિગેરે કુદરતી સંપતિ ગણીને મફત મળતી વસ્તુ તરીકે ગણવામાં આવે છે. જો આ કુદરતી સંશાધનોનો વિવેક પૂર્વક ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને આ કુદરતી સંશાધનો વારસામાં આપી શકાય. આ કુદરતી સંપતિનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો આપણી માટે હિતાવહ છે.
જો આ કુદરતી સંશાધનો યોગ્ય પ્રમાણમાં ટકી રહે તોજ પર્યાવરણ જળવાય રહે અને જો પર્યાવરણનું રક્ષણ થાય તો જ માનવીય સુખાકારી જળવાય રહે. જો પ્રદુષણ નિયંત્રિત રાખવામાં આવે અથવા પ્રદુષણ નિવારવા માટે પ્રયત્ન કરવામાં આવે તો માનવીય આરોગ્ય સારું રહેવા પામે છે અને તે સારી રીતે કાર્ય કરી શકે છે. આમ જો પર્યાવરણ નું રક્ષણ થાય, કુદરતી સંશાધનો ટકી રહે તો માનવીય સુખાકારી અને તકો પણ જળવાય રહે.